Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મોરબીમાં ૧૦૪ બોટલ દારૂ સાથે રફીક અજમેરી પકડાયો

તસ્વીરમાં દારૂ સાથે પકડાયેલ શખ્સ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ મોરબી)

મોરબી,તા.૨૯: મોરબીના વાવડી રોડ પરના મકાનમાં પોલીસે દરોડો કરીને દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

મોરબી સીટી એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળની ટીમે બાતમીને આધારે વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં ૦૨ માં રહેતો રફીક ઓસમાણ અજમેરીના મકાનમાં દરોડો કરી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની કુલ ૧૦૪ બોટલ કીમત રૂ ૩૧,૨૦૦ ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લેવાયો છે.(

(12:52 pm IST)