Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં ૫૦ પ્રકારના નાગ જોવા મળે છેઃ જેમાં ચાર જ પ્રકારના નાગ ઝેરી

તળાજી નદીના સામાંકાંઠા વિસ્તારમાં સૌથી વધુ નાગ પકડવાના કોલ આવે છેઃ જયાં ઉંદર,દેડકા વધુ ત્યાં સાપ શિકાર કરવા આવે છે

ભાવનગર, તા.૨૯: ભાવનગર જિલ્લાના તળાજા પંથકના ગામડાઓ મા સર્પ કરડવાના બનાવો અનેક બને છે.જેમાં લોકો જીવ પણ ગુમાવતા હોવાના બનાવો લગભગ દર ઉનાળા સમય દરમિયાન બને છે. ત્યારે સર્પ મિત્ર અને સર્પ પકડવાની કુશળતા ધરાવતા યુવાનનું કહેવું છેકે તળાજા પંથકમાં પચાસ પ્રકાર ના નાગ જોવા મળે છે.પચાસ માંથી માત્ર ચારજ પ્રકારના અહીં ઝેરી છે.બાકી બિનઝેરી છે.જોકે અહીંઙ્ગ ખતરનાક ગણાતો કોબ્રા વધુ સંખ્યા મા જોવા મળેછે.

સર્પ વિશે માહિતી આપતા જાડેજા અનિરુદ્ઘસિંહ નું કહેવું છેકે કોબ્રા ને ઓળખવો સહેલો છે. રંગ કાળો અને તે ફેણ વારંવાર માંડે છે.ઙ્ગ એ ઉપરાંત અહીં અન્ય ત્રણ પ્રકારના ઝેરી સર્પમાં ક્રેટ,રસલ વાઈપર, સોસ્કોલ વાઈપર છે. બાકીના અહીં બિનઝેરી છે. સર્પ ખેડૂતના મિત્ર છે.આથી તેને મારવા જોઈએ નહીં. ખેતર અને ખેત પેદાશને નુકશાન કરતા ઉંદર ની વસ્તી સર્પ નિયંત્રણ મા રાખેછે.દેડકા અને ઉંદર તેનો મુખ્ય ખોરાક છે. જે વિસ્તારમાં દેડકા અને ઉંદર હશે ત્યાં તે જીભ ની સુદ્યવાની અને સ્થિતિ પામવાની શકિત થી દોડીજાય છે.ઙ્ગ

તળાજા શહેર ની વાત કરીએ તો નદીના સામાંકાંઠા વિસ્તારમાં જે રહેણાંક છે ત્યાંથી સૌથી વધુ સર્પ પકડવાના ફોન આવેછે.ઙ્ગ

રહેણાંકી વિસ્તારમાથીજ સર્પ પકડવા આવેછે.વાડી માં જોવા મળે તો બને ત્યાં સુધી પકડતા નથી.ઙ્ગશિયાળામાં સર્પ શાંતિ થી પડ્યા રહેછે. ઉનાળો પ્રજનન સમય છે.અને ચોમાસુ વિયાઝણ સમય છે. તળાજા પંથકમાં એક ફૂટ થી લઈ અગિયાર ફૂટ સુધીના સર્પ જોવા મળે છે.

બિનઝેરી સર્પ કરડવાથી કરડનાર વ્યકિત ને માથું દુઃખવું જેવી ફરિયાદ જોવા મલેછે.કારણકે દરેક સર્પનો ખોરાક તો જીવાત ,ઉંદર અને દેડકા જ હોય છે.આથી તેના બેકટેરિયા ના કારણે શરીરમાં તકલીફ ઊભી થાય છે.પણ ઝેર હોતું નથી.

ઝેરી સર્પ કરડવાથી બને તેટલી ઝડપી ડોકટરી સારવાર લેવી જરૂરી છે. ભૂવા કે દોરા ધાગા કરાવવા જવું નહિ. તેમ જાડેજા અનિરુદ્ઘસિંહ નું કહેવું છે.કોબ્રા જેવા ખતરનાક નાગ નું ઝેર માણસને એક કલાકમાં તો હતો નહોતો કરી નાખે છે.

(11:52 am IST)