Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગોંડલના ગુંદાસરા પાસે ફાર્મમાં જુગાર હાટડા ઉપર એલસીબી ત્રાટકીઃ રાજકોટના ૬ સહિત ૯ પકડાયા

રાજકોટના ધીરજ હિરપરાના ફાર્મમાં રાજકોટનો પ્રતિક ઉપાધ્યાય અને વિપુલ વાજાર જુગાર રમાડતા'તાઃ ૧.૨૭ લાખની રોકડ સહિત ૭.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે

ગોંડલ,તા.૨૯: ગોંડલના ગુંદાસરા ગામે પાસે ફાર્મમાં ચાલતા જુગારના હાટડા ઉપર રૂરલ ક્રાઇમ બ્રાંચે રેઇડ કરી જુગાર રમતા રાજકોજ્ઞના ૬ શખ્સો સહિત ૯ પત્તાપ્રેમીઓે ૭.૫૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા પ્રોહી જુગારના કવોલીટી કેસો શોધી કાઢવા સુચના કરતા એલસીબીના પો.ઇન્સ એમ.એન રાણાની રાહબરી હેઠળ પો. હેડ કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનીલભાઇ ગુજરાતી, રવિદેવભાઇ બારડ તથા પો.કોન્સ. મયુરસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ દવે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેડ. કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ મયુરસિંહ જાડેજા મળેલ હકીકત આધાર ધિરલાલ ઘુસાલાલ હિરપરા રહે અનંતા સોસાયટી રાજકોટ વાળાના કબ્જા-ભોગવટાના ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે નારણકા રોડ પર આવેલ ચેમ્પીયન ફાર્મ નામના ફાર્મ હાઉસના મકાનમાં પ્રતિક પ્રકાશભાઇ ઉપાધ્યાય રહે ચોટીલા તા. સુરેન્દ્રનગર હાલ રાજકોટ તથા વિપુલભાઇ જમનભાઇ વાજાર રહે.રાજકોટ બહારથી માપસોને ભેગા કરી જુગાર રમાડતા હોય ત્યાં રેઇડ કરી જુગાર રમતા ૯ શખ્સોને ઝડપી લીધા હતા.

પકડાયેલ શખ્સોમાં (૧) ધીરજલાલ ઘુસાભાઇ હિરપરા રહે અનંતા સોસાયટી, રાજકોટ, (૨) પ્રતિક પ્રકાશ ઉપાધ્યાય, રહે મુળ ચોટીલા પંચનાથ મંદિર પાછળ હાલ રાજકોટ, (૩) વિપુલ જમનભાઇ વાજાર રહે રાજકોટ યુનિવર્સિટી રોડ, (૪) શબરી ગુલામહુશેનભાઇ ભટ્ટી મોરબી વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં.૨ (૫) હિતેશ રાણાભાઇ ડાંગર રહે. રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ નાણાવટી ચોક, (૬) રવિન્દ્ર વિરજીભાઇ ચાવડા રહે સતાધાર પાર્ક શેરી નં.૫ રાજકોટ, (૭) આશીત હબીબભાઇ ઉર્ફે રાજુભાઇ દીવાન (કુરેશી) રહે ચોટીલા જુના બસસ્ટેશન પાછળ (૮) નિલેશ મનુભાઇ ધાંધા રહે ધ્રોલ જોડીયા રોડ રાધે પાર્ક શેરી નં.૨ તથા(૯) અતુલ રસીકભાઇ વાજાર રહે રાજકોટ ૧૫૦ ફુટ રીંગ ક્રિષ્ના બંગ્લોઝ-૩નો સમાવેશ થાય છે.

રૂરલ ક્રાઇમ બ્રાંચે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૧,૨૭,૫૦૦ , આઠ મોબાઇલ ફોન કિ. રૂા૨૫,૫૦૦ તથા બે ફોરવ્હીલ વાહનો કિ.રૂ. ૬,૦૦,૦૦૦ મળી કુલ કિ. રૂ. ૭,૫૩,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તમામ શખ્સોને ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યા હતા.

(11:44 am IST)