Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સાયલાના સેજકપર ગામે ૯ લાખનો દારૂ ઝડપાયો

વિવિધ બ્રાન્ડની ર૩૪૦ બોટલો કબ્જેઃ ત્રણ વાહન કબ્જેઃ ખરાબાની જમીનમાં માલ ઉતારેલઃ ટ્રેકટરમાં હેરાફેરી કરીઃ આરોપીઓ બોલેરોમાં નાસી ગયા

વઢવાણ તા.ર૯ : એલસીબી ટીમને પ્રોહી - જુગાર  અંગે ફળદાયક હકિકત મેળવી પરીક્ષણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ  દ્વારા નાઇટ દરમિયાન ખાસ પેટ્રોલીંગ હાથ ધરી હકીકત મેળવેલ કે, મંગળુભાઇ બાવકુભાઇ મોટભાઇ ખવડ તથા અનિરૂધ્ધભાઇ રામકુભાઇ ખવડ તથા જકાભાઇ કથુભાઇ ખવડ રહે. ત્રણેય સેકજપર તા. સાયલાવાળા એમ ત્રણેય સાથે મળી મંગળુભાઇ બાવકુભાઇના મરણ જનાર કાકા માણશીભાઇ મોટભાઇ ખવડના સેજકપર - ગંગાનગર સીમમાં આવેલ વાડીના દક્ષિણ ખુણે આવેલ પડતર ખરાબાની જમીનમાં ગે. કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેના અન્ય સાગ્રીતો તથા વાહનો મારફતે તે દારૂનો જથ્થો કટીંગ કરવાની પ્રવૃતિ કરે છે.

જે બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતા મહિન્દ્રા યુટીલીટી બોલેરો પીકપ ગાડી રજી નં.જી.જે.૧૩.એડબલ્યુ-ર૦૯૮ કિ. રૂ.પ,૦૦,૦૦૦  તથા સદર પીકપમાં ભેરલ વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.ક્ષ્ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭પ૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ - ૧૧૮૮ કિ. રૂ.૪,૪પ,પ૦૦ તથા સોનાલીકા ડીએલ ૭૪૦ મોડલનું ટ્રેકટર રજી.નં.જી.જે.૧૩.એમ. ૧૧૮૪ કિ. રૂ.૩,૦૦,૦૦૦ તથાા વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રોલી કિ. રૂ.પ૦,૦૦૦ તથા તેમા ભરેલ (૧) રોયલ સ્ટગ પ્રીમીયર વ્હીસ્કી ૭પ૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ.પ૬૪ કિ. ર,રપ,૬૦૦ (ર) મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજીનલ ૭પ૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ પ૮૮ કિ. રૂ.ર,ર૦,પ૦૦ એમ મળી કુલ રૂ.૧૭,૪૧,૬૦૦નો મુદામાલ રાખી આરોપીઓ રેઇડ દરમિયાન હાજર મળી નહી આવી, તથા મહિન્દ્રા યુટીલીટી બોલેરો પીકપ ગાડી રજી નં.જીજે૧૩-એડબલ્યુ-ર૦૯૮નો ચાલક નાસી જઇ તમામ આરોપીઓએ વિદેશી દારૂની હેરાફેરી કટીંગ કરી, ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોય તમામ મુદામાલ કબજે કરી, આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલસીબી ટીમ સુરેન્દ્રનગર પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. ઢોલના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ પો.સબ. ઇન્સ. વી.આર.જાડેજા, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, વાજસુરભા લાભુભા, પો.હેઙ કોન્સ. જુવાનસિંહ મનુભા, અમરકુમાર કનુભા, પો. કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા, દિલીપભાઇ ભુપતભાઇ, ચમનલાલ જશરાજભાઇ, અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ એ રીતેની ટીમ દ્વારા પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(12:01 pm IST)