Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગોંડલમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઇ :

ગોંડલમાં એલ.સી.બી. પી આઈ એમ. એન. રાણાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલી હકિકત આધારે ગોડલ પંચપીરની ધાર મફતીયાપરામાં પ્રકાશ ઉર્ફે પકો ગીરધરભાઇ મકવાણા રહે, ગોંડલ પંચ પીરની ધાર મફતીયા પરા વાળાની દેશી દારૂની ભઠ્ઠ ચલાવતો હોય દરોડો પાડી પકડી પાડેલ હતી. જેમાં દેશી દારૂ લીટર ૪૦ કી.રૂ. ૮૦૦, દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૧૨૦૦ કી.રૂ. ૨૪૦૦, ભઠીના સાધનો જેમા ગેસના બાટલાઓ નંગ ૧ તથા પ્લાસ્ટીક ના બેરેલ, લોખંડના બેરેલ, ચુલ્લા, તગારા જેવા સાધનો જેની કી.રૂ. ૫૦૦૦ કુલ મુદામાલ કી.રૂ.૮,૨૦૦ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડામાં જમાદાર રવીદેવભાઇ બારડ, અનીલભાઇ ગુજરાતી તથા જયેન્દ્રસીંહ વાઘેલા સહિતના જોડાયા હતા. તસ્વીરમાં દારૂની ભઠ્ઠીના સાધનો સાથે પકડાયેલ શખ્સ નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:41 am IST)