Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કચ્છ કોરોનાના પંજામાં: વધુ એક મોત અને સતત છઠે દિ' દર્દીઓનો વિસ્ફોટ

વધુ ૧૦ દર્દીઓ સાથે અઠવાડિયામાં જ ૩૭ કેસ નોંધાયાઃ કચ્છના આર્મી-બીએસએફ કેમ્પસમાં કોરોનાએ સજર્યો હડકંપઃ ગાંધીધામમાં જજ પછી પત્ની, પુત્ર પોઝિટિવ

ભુજ,તા.૨૯:  છૂટછાટો સાથે જ કચ્છ જિલ્લો કોરોનાની ભીંસમાં આવી ગયો છે. કચ્છમાં વધુ ૧૦ કેસ સાથે ૬ ઠે દિ' કોરોનાના દર્દીઓનો વિસ્ફોટ થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ કોરોનાના કેસો વધીને ૩૭ થયા છે.

કુલ દર્દીઓનો આંકડો દોઢ સદીને વટાવીને ૧૫૩ પર પહોંચી ગયો છે. સરહદ પર ફરજ બજાવતા આર્મી અને બીએસએફના જવાનો પર કોરોનાનો કહેર સતત ચાલુ રહ્યો છે.ઙ્ગ બીએસએફ ભુજ કેમ્પસમાંઙ્ગ વધુ ૪ જવાનને કોરોના વળગ્યો છે.

તો, ગાંધીધામમાં જજ પછી હવે તેમના પત્ની અને ૧૨ વર્ષના પુત્રને પણ કોરોના પોઝિટિવ આવતાં આખો પરિવાર કોરોનાના સકંજામાં આવી ગયો છે. આ ઉપરાંત માંડવીના બીદડા ગામના યુવાન, મુન્દ્રાના નાના કપાયા ગામમાં મહિલા, ધ્રબ ગામના વાડી વિસ્તારમાં યુવાન સહિત ગઈકાલે બે મહિલા, એક બાળક અને ૭ પુરુષ સહિત ૧૦જણાને કોરોના પોઝિટિવ આવ્યો છે.

કોરોનાની સારવાર દરમ્યાન ૮૦ વર્ષીય વૃદ્ઘ મહિલા સવિતાબેન શંકરભાઈ પટેલ (રહેવાસી, કમલમ સોસાયટી, મુન્દ્રા)નુંઙ્ગ મોત થયું હતું. મૃતક વૃદ્ઘાને બી.પી.ની તકલીફ હતી, તેઓ સારવાર દરમ્યાન બાયપેપ અને વેન્ટિલેટર પર હતા. આમ, કચ્છમાં કોરોનાથી થયેલા કુલ મોતનો આંકડો હવે વધીનેઙ્ગ ૮ થયો છે.અત્યાર સુધીની કચ્છની કોરોનાની આંકડાકીય માહિતી કુલ દર્દીઓ-૧૫૩, સાજા થયેલા-૯૮, હોસ્પિટલમાં સારવાર હેઠળ-૪૭ જયારે મૃત્યુ પામનારની સંખ્યા ૮ છે. (૨૨.૧૨)

(11:42 am IST)