Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ગોંડલમાં એસ. ટી. બસ અને કાર વચ્ચે અકસ્માતઃ વીજ પોલ તુટી ગયો

ગોંડલ : લોકડાઉનના પગલે હાઇવે સુમસામ રહ્યા બાદ હાલ થોડી રાહત મળી છે. ત્યાં જ વાહન અકસ્માતોની ઘટનાઓ બહાર આવી રહી છે. ગોંડલના ઉમવાડા રોડ પર એસ. ટી. બસ નં. જીજે-ઝેડ-૧૮-૩૮૩૯ અને જીજે-૩-બીએ-પ૪૦૧ નંબરની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. અકસ્માતમાં વિજપોલ તુટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારબાદ બસના ડ્રાઇવર અને કંડકટર દ્વારા બસમાં બેઠેલા મુસાફરોને અન્ય રૂટની બસમાં બેસાડયા હતાં. જેમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરવામાં આવ્યો હતો. આ અંગે બસના મુસાફરી ડેપો મેનેજરને ફરીયાદ કરવા તજવીજ હાથ ધરી છે.  (તસ્વીર : જીતેન્દ્ર આચાર્ય -ગોંડલ)

(11:50 am IST)
  • પ્રાંતિજમા કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો : તપોધન ફરીયામા એક કેસ નોંધાયો: મુંબઈથી આવેલા જાણવામાં આવ્યું છે :તંત્ર અને આરોગ્ય ખાતુ દોડતું થયું access_time 3:58 pm IST

  • તમાકુમાંથી કોરોનાની રસી બની! : વેકસીનના પ્રિ-કિલનિકલ ટ્રાયલના પરિણામ અસરકારક રહ્યા : બ્રિટીશ-અમેરિકન ટોબેકો કંપનીનો દાવોઃ તમાકુના પાનથી કોરોના વાયરસ દૂર રહ્યા!: વેકસીનને ફંડા વાતાવરણની જરૂર પણ નથીઃ સીંગલ ડોઝ પણ ઇમ્યુન સિસ્ટમ વધારે છેઃ માણસ પર ટ્રાયલની મંજૂરી મંગાઇ access_time 11:24 am IST

  • કોરોના સંકટ વચ્ચે ખાનગી હોસ્પિટલો દ્વારા લેવાતા બમણા ચાર્જનો મામલો : આજે રાજ્ય સરકાર હાઇકોર્ટમાં જવાબ રજૂ કરશે : ખાનગી હોસ્પિટલ માટે નક્કી કરેલ ફીની યાદી રજૂ કરશે : ખાનગી હોસ્પિટલો દ્વારા લેવાતી બેફામ ફી પર હાઇકોર્ટે લગાવી છે રોક access_time 9:33 am IST