Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

કચ્છમાં ૨૧ દિ'ની દીકરી સહિત વધુ ૩ કોરોના પોઝિટિવ

સારવાર માટે નાની બાળકી સાથે તેની માતાને પણ હોસ્પિટલમાં દાખલ કરાઈ

(ભુજ) કચ્છમાં આજે વધુ ૩ દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાનું ડીડીઓ પ્રભવ જોશીની યાદીમાં જણાવાયું છે. જેમાં કટારીયા (ભચાઉ) ની ૨૧ દિવસની બાળકી, તેમ જ રાપરના સેલારીના ૩૮ વર્ષીય પુરુષ, દુધઈ (અંજાર)ના ૩૩ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ હોવાનું જણાવાયું છે. જોકે, 

આ નવા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે પણ માહિતી નહીં, તેમ જ હજી કેટલા સેમ્પલના રિપોર્ટ બાકી છે, તે વિશે હજી કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી. બાળકી નાની ૨૧ દિવસની હોઈ તેની સાથે તેની માતાને પણ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

(5:20 pm IST)