Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ધોરાજીના કંસારા ચોક વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવતા ડેપ્યુટી કલેકટર મારફત આ વિસ્તારના રસ્તાઓ સીલ કરે એ પહેલા લોકો પોતાના ઘરમાં તાળા મારીને નાસી ગયા

ધોરાજી : કંસારા ચોક આંબલી કુવા વિસ્તારમાં અમદાવાદ થી આવેલ પટેલ પરિવારમાં એક વ્યક્તિને કોરોના  પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતુ અને આજે સવારે આ વિસ્તારને પતરા મારીને સીલ કરવામાં આવતા એ પહેલાં જ આ વિસ્તારના મોટાભાગના લોકો ઘર મે તાળા મારીને નાસી ગયા છે

કંસારા ચોક આંબલી કુવા વિસ્તાર હોમ કોરોન્ટાઇન આરોગ્ય વિભાગ કરે એ પહેલાં જ આ વિસ્તારના મોટાભાગના લોકો ઘર માં તાળા મારીને પરિવાર સાથે નાસી ગયા છે

હકીકત એવી છે કે આ વિસ્તારને જિલ્લા કલેકટર અને ડેપ્યુટી કલેક્ટર હોમ કોરનટાઈન  કરાવતા હોય ત્યારે આ વિસ્તારના લોકો નાસી ગયા છે ત્યાં સુધી તો તને ખબર ન હોય એ પણ એક મોટો પડકાર છે

હવે આ વિસ્તારને હોમ કોર્નટાઈન કરવાનો ફાયદો શું તે પણ એક સવાલ ઉભો થયો છે

(4:54 pm IST)