Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ભુજ અને ગાંધીધામ રેલ્વે મથકોએ ખુલી ટીકીટ બારી : એડવાન્સ બુકિંગ શરૂ કરાયું

ઓનલાઈન બુકિંગની પણ સવલત :પ્રવાસીઓ પણ બુકિંગ માટે પહોંચ્યા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર નોધાવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ આંક ૧૩૦૦૦ને પાર પહોચવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના અત્યાર સુધી જે જિલ્લાઓ કોરોનાથી મુક્ત હતા તેમાં પણ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જીલ્લા કક્ષએથી કોરોના હવે તાલુકા અને ગ્રામ્ય ક્ક્ષાએ વિસ્તરી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોનાને નાથવા માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા 1 જૂનથી ટ્રેનો શરૂ કરવામાં આવનાર છે.

ટ્રેનોનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. કચ્છમાં ભુજ અને ગાંધીધામ રેલ્વે મથકોએ ટીકીટ બારી ખુલી ગઈ છે અને એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સાથે ઓનલાઈન બુકિંગની પણ સવલત છે. તંત્ર દ્વારા આગામી સમયમાં નવી ગાઈડલાઈન આપવામાં આવશે. ત્યારે હાલની સ્થિતિએ મળેલી સૂચના મુજબ કચ્છમાં ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશને બુકિંગ શરૂ થઈ ગયું છે. પ્રવાસીઓ પણ બુકિંગ માટે આવી રહ્યા છે.

(2:00 pm IST)