Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

દ્વારકાનાં મુળવાસર ગામમાં છોકરી બાબતે અગાઉના મનદુઃખમાં યુવકની હત્યા

ખંભાળિયા તા.રર : દેવભુમિ દ્વારકા  જીલ્લાના મુળવાસર ગામમાં છોકરીની બાબતમાં અગાઉના મનદુઃખના કારણે ર૦ વર્ષના દિનેશભા નાગશીભા માણેકની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મુળવાસર ગામે કાલે મોડી રાત્રે હિંદુ વાઘેરના એક હિંદુ વાઘેરના જ એક જુથના ચાર વ્યકિતઓએ હુમલો કરતા ર૦ વર્ષના યુવાનનું મોત નીપજયુ હોય  દ્વારકા પંથકમાં ભારે ચકચાર જાગી હતી.

આ બનાવ અંગે દેવલબેન વેજાભા માણેક ઉ.વ.૩૬ રહે. મુળવાસર વાળીએ કરસનભા જેસાભા ભઠડ, અર્જુનભા કરસનભા ભઠડ, વેજાભા ખેંગારના ભઠડ તથા કાયાતા ઘોઘાભા ભઠડ રહે. બધા મુળવાસર સામે ફરીયાદ કરી છે.

મૃતક દિનેશ નાગશીભા સુંતાણીયા (ઉ.વ.ર૦) વાળાને અગાઉ આરોપી સામે છોકરી બાબતે તકરાર થઇ હોય તેનો ખાર રાખીને આરોપીએ છરી પાઇપ જેવા હથિયારોના ઘા ઝીંકીને દિનેશભા નાગશીભાને છાતી કપાળ તથા પેટમાં છરી મારી આંતરડા બહાર કાઢી મોત નીપજાવીને સાહેદો દેવળબેન વેજાભા તથા સુંદરબેન લખુભાને ઇજા કર્યાની ફરીયાદ કરી છે.

દ્વારકા પી.આઇ. વી.વી.વાગડીયાએ તુરત જ બનાવના સ્થળે જઇને લાશને પી.એમ. માટે મોકલીને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. લોકડાઉનમાં આ દ્વારકા તા.માં હત્યાનો બીજો બનાવ છે.

દ્વારકા વિભાગીય પોલીસ વડા શ્રી હિરેન્દ્ર ચૌધરી પણ બનાવના સંદર્ભે મુળવાસર ગામ તથા દ્વારકા પોલીસ સ્ટેશનની વિઝીટે પહોંચી ગયા હતા.

(12:49 pm IST)