Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ગુજરાતમાં કપાસ - ડુંગળી એરંડાના ભાવો ગગડી જતા જગતના તાત પર આફત

ખેડુતોએ જ્યારે પાકની વાવણી કરેલ અને ઉતારા બાદ વેચાણ કરવા જવાને સમયે ભાવ ૩૦ થી ૪૦ ટકા ઘટી ગયા!!.

ખંભાળીયા તા. ૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોએ વાવેલા ખેત ઉત્પાદનો તેના તૈયાર થવાના સમયે જ અડધા થી ૨૦ ગણાનો ઘટાડો થઇ જતાં ખેડૂતો કે જે 'જગતનો તાત' કહેવાય છે તેને માથુ પકડી રોવાનો વારો આવ્યો છે!!!

ગુજરાત કિશાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઇ આંબલિયાએ જણાવેલ કે ખેડૂતોએ કપાસ વાવ્યો ત્યારે ભાવ મણનો ૧૨૦૦ થી ૧૩૦૦ હતો. જ્યારે અત્યારે ૬૫૦ થી ૭૦૦ જ મળે છે!! ખેડુતો એ કિંમતી બિયારણ લઇને ડુંગળીનું વાવેતર કર્યુ ત્યારે મણનો ડુંગળીનો ભાવ ૨૦૦૦ રૂ. હતો. અત્યારે ૧૦૦ રૂ. જ છે.  એટલે કે ૨૦ ગણા ભાવ ઘટ્યા!! એ જ રીતે  એરંડાનું વાવેતર ખેડુતોએ કર્યુ ત્યારે મણનો ભાવ ૧૧૫૦ થી ૧૨૫૦ હતો. તે પણ અત્યારે ૬૫૦ - ૬૭૫ના ભાવ  છે. !! એટલે કે અડધા ભાવ છે. !!

દુનિયામાં ખેતી જ એવો વ્યવસાય છે કે જેમાં પ્રોડકશનના ઈનપુટ વખતે જે ભાવ હોય તો ઉત્પાદન સમયે અડધાથી ૨૦ ગણા ઘટી જાય!!

ખેડુતો પાસે માલનો ભરાવો  થઇ ગયો હોય તથા યોગ્ય વિકલ્પના મળતા ખેડૂતોએ ખેત પેદાશો લઇને રાજકોટ કલોલમાં જઇને તેના પેસા પી.એમ.કેર મા જમા કરાવીને  હરાજીમાં ખેત ઉત્પાદનોનું મુલ્ય આવે તે સરકારને ખબર પડે પણ તેમા પોલીસને અને તંત્રને વાંધો આવ્યો !!!

(12:48 pm IST)