Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

બાબરા જનસેવા કેન્દ્રના ઓપરેટરો ૩ માસથી પગારથી વંચિત : રોષની લાગણી

જિલ્લા કલેકટરના આદેશને પણ એજન્સી ઘોળીને પી ગઇ ! હવે શું થશે? : સરકાર ઉદ્યોગકારોને વેપારીઓને કામદારોના પગાર ચુકવી આપવા દબાણ કરે છે ત્યારે સરકારે નિમેલી એજન્સી જ ડાંડાઇ કરી તે કેમ ચલાવાય છે?

બાબરા તા. ૨૨ : બાબરા મામલતદાર કચેરીમાં જન સેવા કેન્દ્રમાં વિવિધ કામગીરીમાં ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટર છેલ્લા ત્રણ માસથી પગાર વિહોણા રહેતા ઓપરેટરોમા ભારે રોશની લાગણીઓ જોવા મળી રહી છે. નિયમિત ફરજ બજાવી લોકો અને ખેડૂતોના કામ કરી આપતા કોમ્યુટર ઓપરેટર હાલ ભારે મુશ્કેલીઓમાં મુકાયા છે ત્યારે સ્થાનિક મામલતદાર અને જિલ્લા કલેકટર દ્વારા એજન્સીઓ ને કડક સૂચના આપી તાકીદે પગારની ચુકવણી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

બાબરા મામલતદાર કચેરીનું હૃદય એટલે જનસેવા કેન્દ્ર અહીં ખેડૂતોને જરૂર પડતા સાત બાર આઠના ઉતારા તેમજ જાતિના દાખલાઓ ક્રિમિલયર ના દાખલા તેમજ રેશનકાર્ડ સહિતની કામગીરીઓ અહીં કોમ્યુટર ઓપરેટર કરતા હોય છે સવારના દસ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી સતત પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે પણ અહીં તેમના કામની કદર થતી ન હોવાનું રોષ સાથે ઓપરેટર દ્વારા જણાવ્યું હતું કારણ કે આઉટ સોર્સના આધારે એજેન્સી દ્વારા પગારની ચુકવણી આ કોમ્યુટર ઓપરેટરને કરવામાં આવે છે પણ અહીં છેલ્લા ત્રણ માસથી આ કર્મચારીઓને પગાર નહિ મળતા ભારે આર્થિક તંગી અનુભવી રહ્યા છે.

લોકડાઉનની સ્થિતિ હોય ત્યારે રાજય સરકાર દ્વારા દરેકને પોતાના કર્મચારીઓનો પગાર નહિ અટકાવવાનો કડક આદેશ હોવા છતાં આવી પેઘી ગયેલ એજન્સી દ્વારા નિયમો અને આદેશનું પાલન કરવામાં આવતું નથીઙ્ગ વળી જિલ્લા કલેકટર દ્વારા પણ એજેન્સીને નિયમિત પગાર ચૂકવવાનું જણાવ્યું છે તેમ છતાં આજદિન સુધી કર્મચારીઓને પગાર નહિ મળતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.બાબરા મામલતદાર અને જિલ્લા કલેકટર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી માંગ બાબરા જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા કોમ્યુટર ઓપરેટર દ્વારા કરવામાં આવી છે.(

(12:42 pm IST)