Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મોરબીમાં બીજે દિવસે પાન માવા લેવા લાઇન

મોરબીઃવહેલી સવારથી જ પાન-માવાની હોલસેલની દુકાનોમાં બંધાણીઓએ લાઈનો લગાવી હતી. અને સવારના ૮ વાગ્યા સુધીમાં અમુક દુકાનોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. જોકે લાઈનો લાગવાની અવ્યવસ્થા સર્જાતી હોય સાવચેતીના ભાગરૂપે મોટાભાગના હોલસેલરો અને છૂટક પાન-માવા સિગારેટ તમાકુ, બીડીના ધંધાર્થીઓએ પણ દુકાનો બંધ રાખી હતી. અમુક દુકાનો જ ખુલ્લી જોવા મળી હતી અને હોલસેલના માત્ર અમુક વેપારીઓએ દુકાનો ચાલુ રાખી હતી. અમુક જે દુકાનો ખુલી હતી જયાં લોકોની મોટી લાઈનો લાગી હતી. રેશનિંગ કરતા પણ પાન-માવા માટે મોટી લાઈનો લાગી હતી. જેથી, વેપારીઓએ લોકોની ભીડના કારણે દુકાનો બંધ કરી દીધી હતી. બંધાણીઓની લાઇનોની તસ્વીર.

(11:43 am IST)