Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

હાથલામાં શનિદેવ જન્મસ્થળે શનિ જયંતીની સાદાઇથી ઉજવણીઃ યજ્ઞ-મહાઆરતી યોજાયા

લોકડાઉનમાં ઘેર રહીને શનિદેવનું પુજન કરવાથી શુભફળ પ્રાપ્ત કરી શકાય

પોરબંદર તા.રર : શનિદેવના જન્મ સ્થળ હાથલામાં આજે શનિદેવની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે યજ્ઞ અને મહાઆરતી કરવામાં આવ્યા હતા. કોરાનાની વિકટ સ્થિતિને લઇને સરકારની માર્ગદર્શન મુજબ શનિદેવ સ્થાનકમાં શનિદેવની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી અને શનિદેવના ભકતોને શનિ જયંતીએ ઘર બેઠા પુજન કરવા હાથલા શનિદેવ મંદિરના ટ્રસ્ટી વાસુભાઇ રાજયગુરૂએ અગાઉથી અનુરોધ કરેલ હતો.

શનિદેવની જન્મજયંતિએ શનિદેવની આરાધનાનુ ખુબજ માહત્મ્ય રહેલ છે સાંજના સંધ્યા સમયે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી શનિદેવની આરાધના શનિચાલીસા, શનિદેવતા મંત્ર કરવાથી પુણ્ય ફળ મળે છે ઁ શં શનેશ્વરાય નમઃ જાપ કરવા ઉપરાંત સંધ્યા ટાઇમે પિપળાદેવ પાસે સરસવનો તેલનો દિવો કરી ઓમ નમોઃ ભગવતે વાસુદેવાય નમઃ ના મંત્ર સાથે નવ પ્રદક્ષીણા કરવાથી પણ પુણ્ય ફળ મળે છે

આ વખતે શનિજયંતીના દિવસે વિશેષ યોગ થાય છે ર૮ વર્ષ બાદ શનિદેવ પોતાની સ્વરાશી મકરમાં ભ્રમણ કરે છેઅને પોતાનો જન્મ દિવસ પોતાની રાશીમાં ઉજવશે અગાઉ ૧ જુન ૧૯૯ર માં શનિદેવે સ્વગૃહે મકર રાશીમાં પોતાનો જન્મદિવસ ઉજવેલ.

શનિદેવ એવા દેવ છે કે માનવ દ્વારા અહી કરેલ કર્મોનું ફળ આ જન્મે જ પનોતીના સમયમાં આપે છે. સારા કર્મ કરનારને શનિદેવ કયારેય નડતા નથી. ખોટા કર્મો કરનારને શનિદેવ દંડ આપે છે.

જેઓને પનોતી ચાલતી હોય તે લોક આ શનિ જયંતિના દાનનું પણ વિશેષ મહત્વ રહેલ છે.આંધળા, અપંગ, વૃદ્ધો, બાળકો વિગેરને આ દિવસે દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેમજ ઘરમાં વડિલો અને ખાસ માતા-પિતાની સેવા કરવાથી શનિદેવ ખુબજ પ્રશન્ન થાય છે.

શનિ જયંતી તેમજ શનિવારે કૃતરાઓને બિસ્કીટ, લાડુ તેમજ ગાયો અને પશુઓને લીલુ-ઘાસચારો પક્ષીઓને ચણ નાખવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.લોકડાઉનના કારણે ઘર ેરહીને પણ શનિદેવને પ્રસન્ન કરવા પુજન કાર્યો કરવાથી શનિદેવનું શુભફળ પ્રાપ્ત કરી શકાય છે.

(11:39 am IST)