Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ઉપલેટામાં લોકડાઉનનો કડક અમલ

ઉપલેટા : ચોથા લોકડાઉનમાં સરકારે નકકી કરેલ ગાઇડ લાઇન મુજબ શહેરની દુકાનો ખુલતા જ બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જેમાં સોશ્યલ ડીસ્ટન્સના લીરા ઉડેલ હતા જે ગંભીર બાબત કહી શકાય. સાંજના ૭ થી સવારના ૭ વાગ્યા સુધીના કર્ફયુની કડક અમલવારી કરવાની રૂરલ એસપી બલરામ મીણાની કડક સુચના મુજબ પીઆઇ વી.એમ.લગારીયા તથા પીઆઇ બી.આર.બેરાએ શહેરભરના મુખ્ય રોડ ઉપર પોલીસનો કડક અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી આવતા જતા તમામ વાહનોનું ચેકીંગ કડક કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ વાહનો ડીટેઇન કરેલ હતા.

(11:39 am IST)