Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ઉપલેટા ડેપો દ્વારા સેનેટાઇઝ કરી બસ સેવાનો પ્રારંભ કરાયો

ઉપલેટા તા. રરઃ કોરોના વાઇરસને લઇને એસ.ટી. તંત્ર દ્વારા એસ.ટી. શરૂ કરવાની સુચના આપવામાં આવી છે. જુનાગઢ ડિવિઝન વિભાગના ઉપલેટા બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરોને સેનેટાઇઝરથી હાથ ધોવડાવી થર્મલથી સેનેટાઇઝ સ્ક્રિનિંગ કરી ત્યારબાદ બસમાં પ્રવેશ આપવામાં આવી રહ્યા છે.

કોરોના વાયરસને પગલે બસ સ્ટેન્ડના ટોઇલેટમાં પણ હેન્ડવોશ અને સાબુ મુકવામાં આવ્યા છે તેમજ બસ સ્ટેન્ડમાં મુસાફરોને બેસવા માટેના બાકડા તથા દીવાલો, ઓફિસોને સંપુર્ણ પણે આખા બસ સ્ટેન્ડને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે.

ઉપલેટા બસ સ્ટેન્ડના ટ્રાફીક કન્ટ્રોલરે જણાવ્યું હતું કે હાલ કોરોના વાઇરસને લઇને આગમચેતીના ભાગરૂપે ઉપલેટા વિસ્તારમાં આવતા મુસાફરોમાં જાગૃતતા કેળવાય તે માટે બસ સ્ટેન્ડમાં પૂરતી જાળવણી કરી સોશિયલ ડિસ્ટન્સ અને થર્મલ સ્કેનિંગ કરી યાત્રાઓ કરતા લોકોને સાવચેત કરી રવાના કરવામાં આવી રહ્યા છે.

આગામી સમયમાં આ ઝુંબેશ રાજય સરકાર દ્વારા સૂચના ન મળે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.

(11:38 am IST)