Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

વેરાવળ તાલુકાના બોળાસ ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં પાંચ ઇજાગ્રસ્ત

પ્રભાસ પાટણ તા ૨૧ : મળતી વિગતો મુજબ વેરાવળ બાજુથી સ્વીફટ કાર તથા ઉના બાજુથી આવતી વેગનઆર કાર વચ્ચે બોળાસ નજીક ભયાનક અકસ્માત થયેલ અને લોકો દ્વારા ૧૦૮નો સંપર્ક કરતા ઇએમટી ઉષાબેન તથા પાયલેટ રણજીતસિંહ બારડ તત્કાલ નીકળી ગયા હતાં પરંતુ અકસ્માતની ગંભીરતા જાણી ૧૦૮ જીલ્લા અધિકારી જયેશ કારેણા તથા યુવરાજસિંહ ઝાલાઙ્ગ નેજાણ કર્તા તેમણે વેરાવળ ૧૦૮ના ઇએમટી કંચન જાદવ તથા પાયલોટ ભરત મેઘનાથી ઘટના સ્થળે તત્કાલ મદદ માટે પહોચવા કહેલ.

વેગનઆરમાં ઉનાથી આવતાં ચૌહાન બાબુભાઇ ચગાભાઈ ઉંમર. ૫૮ વર્ષને માથા, પગ તથા છાતીના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી જેને તત્કાલ પ્રાચી ૧૦૮ દ્વારા આદિત્ય બિરલા હોસ્પિટલમા લઇ જવામા આવેલ.ઙ્ગ

તેમજ વેરાવળથી જતી સ્વીફટ કારમા જનકભાઈ દેસાઈ ઉમર ૬૨ને માથામાં તથા પગમાં ગંભીર ઇજા પહોંચી હતી તેમજ જયદીપ દેસાઈ ઉમર ૨૮ને તેમને પગમાં ઇજા થયેલ સાથે રહેલ બે લોકોને કોઇ ઇજા નહોતી એટલે બે લોકોને વેરાવળ ૧૦૮ ટિમ દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ગીર સોમનાથના જીલ્લા અધિકારી તથા ૧૦૮ ટીમ દ્વારા સમય સૂચકતાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

(11:36 am IST)