Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

દ્વારકા તાલુકા તથા શહેરના એક હજાર શ્રમિકો તથા યાત્રિકો આજે ટ્રેન દ્વારા રવાના

દ્વારકા, તા. રર : કોરોનાના કારણે તથા દ્વારકાના યાત્રાએ આવેલા સહિત શ્રમિકોને આજે જામનગર તથા પોરબંદરથી રાત્રીના સમયે રવાના થનાર ત્રણ ટ્રેનોમાં એક હજાર નાગરિકો રવાના થનાર છે, જેના માટે વહીવટી તંત્રના નાયબ કલેકટરશ્રી, મામલતદારશ્રી તથા સ્ટાફના અનિરૂદ્ધસિંહ ઝાલા, જલ્પેશ બાબરીયાએ નાગરિકોને નાસ્તા તથા ભોજનની વ્યવસ્થા કરી છે.

દ્વારકા તાલુકાના મીઠાપુર તાતા કેમીકલ્સ, આર.પી.એલ. તથા નાના નાના ઉદ્યોગ ગૃહોમાં કામ કરી અને દ્વારકામાં બિહારના યાત્રીકો સહિતના નાગરિકો આજે જામનગરથી રવાના થનાર બે બિહારની ટ્રેનમાં તથા પોરબંદરથી રવાના થનાર એક ઝાંરખંડની ટ્રેનમાં રવાના થનાર છે.

દ્વારકા ખાતેના એસ.ટી. ડેપોની બસોમાં આજે સવારથી નાગરિકોને વ્યવસ્થા સાથે સોશ્યલ ડીસ્ટન્સ રાખીને બસોમાં રવાના કરવાની શરૂઆત કરવામાં આવી છે તમામ નાગરિકોને દ્વારકાના એસ.ટી. ડેપોમાં એકઠા કરવામાં આવ્યા છે અને ક્રમ મુજબ નાગરિકો વાહન પરિવહન કરવામાં આવ્યું છે.

જીલ્લા કલેકટર મીના તથા અધિક કલેકટર જાનીના સુપરવિઝન સાથે આ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ વિભાગ પી.આઇ. વિશાલ વાગડીયા તથા સ્ટાફે બંદોબસ્ત જાળવેલ છે.

(11:35 am IST)