Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

જસદણમાં વેપારીની રિવોલ્વર આંચકી ધમકી આપીઃ પોલીસમાં સામ-સામી ફરીયાદ

રાજકોટ, તા., રરઃ જસદણમાં વેપારીની રિવોલ્વર આંચકી ધમકી અપાતા પોલીસમાં સામ-સામી ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ જસદણમાં જીલેશ્વર  પાર્ક પાસે રહેતા વેપારી પંકજભાઇ દેવશંકરભાઇ ચાંઉએ આરોપી ભાવેશ નવલશંકર તેરૈયા (રહે. જયદેવ સ્ટ્રીટ, મેઇન બજાર, જસદણ) સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવાયા મુજબ ફરીયાદી પંકજભાઇને આરોપી ભાવેશે કહેલ કે તારા ભાઇ વિજયે  મારા પર પોલીસ ફરીયાદ કરેલ ત્યારે તું તેની સાથે કેમ આવેલ હતો? તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ફરીયાદી પંકજભાઇ પાસે રહેલ ૩૨ બોર રિવોલ્વર આંચકી લઇ તેની સામે તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે ભાવેશ તેરૈયા સામે ગુન્હો દાખલ કર્યો હતો.

સામા પક્ષે ભાવેશ તેરૈયાએ આરોપી પંકજ દેવશંકરભાઇ ચાંઉ સામે જસદણ પોલીસમાં કરેલ ફરીયાદમાં જણાવેલ છે કે ફરીયાદી ભાવેશે આરોપીને કહેલ કે તારા ભાઇ વિજયએ મારા ઉપર ફરીયાદ કરેલ તેનું સમાધાન કરાવી નાખ તેવુ કહેતા આરોપી ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી તેની  પાસે રહેલ  રિવોલ્વર સામે રાખી મારી નાખવાની ધમકી આપી હતી. જસદણ પોલીસે બંન્ને ફરીયાદો અંગે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. (૪.૭)

(11:30 am IST)