Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ગોંડલ પાસે યુટીલીટીમાં આગ ભભૂકી કાપડ અને પ્લાસ્ટીકનો જથ્થો ખાક

તસ્વીરમાં યુટીલીટીમાં આગ ભભૂકી હતી તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા. રર : ગોંડલ પાસે હાઇવે ઉપર યુટીલીટી જીપમાં આગ ભભૂકતા કાપડ અને પ્લાસ્ટીકનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો.

ગોંડલ જેતપુર નેશનલ હાઇવે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની સામે જેતપુરથી રાજકોટ તરફ જઇ રહેલ યુટીલીટી જીપ જીજે૦૩ઝેડ-૬૯૪૮માં ભરેલા કાપડ તેમજ પ્લાસ્ટીકના કવરમાં આગ ભભૂકી ઉઠતા ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. ડ્રાઇવર દ્વારા ગોંડલ ફાયર સ્ટેશનને જાણ કરાતા ફાયર ફાયટરોએ દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી, પરંતુ તે દરમિયાન આશરે બે લાખ રૂપિયાનો કાપડ અને પ્લાસ્ટિકનો મુદામાલ બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.

(11:29 am IST)