Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

જસદણમાં જથ્થાબંધ પાન મસાલાની દુકાને હજુ વ્યસનીઓની ભીડ ઘટતી જ નથી !!

 જસદણ તા. રરઃ જસદણમાં પાન મસાલાની દુકાનો ખુલતા જ બંધાણીઓની લાઇનો લાગી હતી જેથી સોશિયલ ડીસ્ટન્ટના ધજાગરા ઉડયા હતા ભારે ભીડ અને પડાપડી થતા દુકાનદારોએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

શહેરની મેઇન બજાર ટાવર ચોકમાં આવેલ જથ્થાબંધ ટોબેકોની દુકાનો પર પાન બીડી બજર, જરદા સોપારી ખરીદવા બંધાણીઓ ઉમટી પડયા હતા જાણે કે રાશનીંગની દુકાને અનાજ લેવા આવ્યા હોય પાણીના ટેન્કર જેમ પાણી ભરવાની લાઇન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

અમુક બંધાણીઓ લોકડાઉન બાદ ફાકી બીડીઓના બેફામ કાળા બજારથી સમસમીને વ્યસન છોડી દીધા છે. ઘણા બંધાણીઓનું કહેવું છે કે આ કોરોના વાઇરસ અને લોકડાઉનનો સમય ઘણું શીખવાનો છે અને બીન જરૂરી બંધાણ છોડવાનો છે. પરંતુ મોટા ભાગના બંધાણીઓ વ્યસન છોડી શકયા નથી તે ભીડ ઉપરથી સમજાયું છે.

(11:28 am IST)