Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

જુનાગઢ જિલ્લાનાં કોરોના પોઝીટીવ ૧૦ દર્દી હજુ સારવાર હેઠળ

૧૦૦ સેમ્પલ પેન્ડીંગ, ૧૭,૩૯પ લોકોના આરોગ્યની ચકાસણી

 જુનાગઢ તા. રરઃ જુનાગઢ જિલ્લાનાં કોરોના પોઝીટીવ ૧૦ દર્દી હજુ સારવાર હેઠળ છે તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ જિલ્લામાં ગત તા. પાંચ મે નાં રોજ કોરોનાની એન્ટ્રી થયેલ. આ પછી ધીમે ધીમે કોરોનાનો પગપેસારો વધતો રહ્યો છે. ગઇકાલ સાંજ સુધીમાં કોરોના પોઝીટીવ કેસ ૧૪ થયા છે. જો કે ગુરૂવારે કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો.

૧૪ કેસમાંથી ભેસાણનાં બે, અને જુનાગઢ માંગરોળનાં એક-એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવેલ હોય હાલ ૧૦ કેસ એકટીવ છે જેમાં પાંચ પુરૂષ અને પાંચ સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે.

આ તમામ ૧૦ કોરોના દર્દીની તબિયત સ્ટેબલ હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ જિલ્લાના ૧૦૦ સેમ્પલનાં રિપોર્ટ પેન્ડીંગ છે. કોરોનાનો ચેપ વધુ પ્રસરે નહિં તે માટે આરોગ્ય તંત્ર દ્વારા ૩૮૬૭ ઘરોનાં ૧૭,૩૯પ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. અને સેમ્પલ લેવાની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.

(11:27 am IST)