Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ભચાઉ પંથકમાં કોરોનાના ચાર પોઝિટિવ કેસ : તંત્રમાં દોડધામ કચ્છમાં કુલ કેસનો આંક 62 થયો

ચોપડાવાના આધેડ,આધોઈના બે યુવક અને ઘરાણાની એક 15 વર્ષની સગીરાને કોરોનાનો ચેપ લાગ્યો

ભુજઃ કોરોનાના કચ્છમાં વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાયાં છે. ચારેય કેસ ભચાઉ તાલુકાના બે ગામનાં છે. જેમાં એક કિશોરીનો સમાવેશ થાય છે.

 જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ચાર દર્દીઓમાં ચોપડવાના 46 વર્ષિય કાનજી રણછોડભાઈ દુબરીયા, આધોઈના 44 વર્ષિય દેવજી હરજી વાવિયા, આધોઈના 34 વર્ષિય હરેશ રવજી બગડા અને ઘરાણાની એક 15 વર્ષની આહીર કિશોરીનો સમાવેશ થાય છે.

મોટાભાગનાની મુંબઈની ટ્રાવેલ કે કોન્ટેક્ટ હિસ્ટ્રી હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે. નોંધનીય છે કે, પાછલાં દસેક દિવસ દરમિયાન એકલાં ભચાઉ તાલુકામાં જ સૌથી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે.

(11:26 am IST)