Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

જાફરાબાદમાં ખારવા સમાજના બોટ માલિકો અને ખલાસીઓ વચ્ચે અથડામણ : પોલીસે અશ્રુવાયુ છોડ્યો : ગોળીબાર કર્યાની પણ ચર્ચા ; એસપી પહોંચ્યા : બે મહિનાનો પગાર કાપવાની બાબતે મામલો બિચક્યો

જાફરાબાદના બંદર રોડ પર આવેલ ખારવા સમાજની બોટ માલિકોનો ઓફિસે આજે સવારે લોકડાઉનના કારણે છેલ્લા બે માસથી બોટો માછીમારી કરવા દરિયામાં જતી નહિ હોવાથી બોટ માલિકો દ્વારા બોટોમાં ખલાસી તરીકેની કામગીરી કરતા ખારવા સમાજના શ્રમિકોનો પગાર કાપવાની વાતને લઈને બોટ માલિકો અને ખલાસીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયા બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ખલાસીઓના ટોળા એકત્રિત મોટી સંખ્યામાં ઉમટી પડતા તોફાને ચડ્યા હતા અને બોટ માલિકોના ટોળાઓએ બોટ માલિકોના મકાનો,વાહનોને નિશાન બનાવ્યા હતા અબનાવ બાદ બંદર ચોક,ફિશિંગ કેમ્પ ખાતે જાફરાબાદમાં અફરાતફરી મચી જવા પામી હતી અન્ય વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી

ટોળાને કાબુમાં લેવા પોલીસ પહોંચી હતી અને અશ્રુવાયુ છોડ્યો હતો બનાવની ગંભીરતા જોઈને એસપી ખુદ ઘટના સ્થળે પહોંચ્યા હતા

(9:29 pm IST)