Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

નવલખી બંદરે ચીન અને ઇન્ડોનેશીયાથી કોલસો ભરેલ શીપ આવીઃ ચીની કર્મચારીઓ હોવાથી ભારે ભયનો માહોલ

શા માટે ૧૪ દિ' કોરન્ટાઇનમાં ન રખાયા? ૧૪ દિ' પહેલા નીકળેલ એટલે પ્રવેશ અપાયો ? હોવાનું અધિકારીઓ કહે છેઃ કોરોના ટેસ્ટ થયેલ ?

મોરબી તા.રપ : નવલખી બંદરે ચીન અને ઇન્ડોનેશીયાથી કોલસા ભરેલી બે શીપ આવી પહોંચી હતી. જેમાં ચીની ક્રુ.મેમ્બરો હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો અને હાહાકાર મચી ગયો હતો. નવલખી બંદરે કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાયો હતો. પોર્ટના હેલ્થ ઓફીસર શ્રી સુનીલ પ્રજાપતિનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે ચીનથી આવેલા શીપ ૧૪ દિવસ પહેલા નીકળ્યા હોય તેને જ પ્રવેશ અપાય છે તેમજ આંતરરાષ્ટ્રીય જળસીમા પૂર્ણ થયા બાદ બંદરે શીપ પહોંચે તેના ૭ર કલાક પૂર્વે કર્મચારીઓના અને તમામ ક્રુ. મેમ્બરના ટેમ્પરેચરની તપાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ જ શિપને નવલખી બંદરે આવવાની પરવાનગી આપવામાં આવી છે.

એટલું જ નહિ પરંતુ શીપમાં આવતા ૧૪ દિકર્મચારી ક્રુ.મેમ્બરો અને કર્મચારીઓને શીપ છોડીને બહાર જવાની મનાઇ ફરમાવી છે, જેથી ગભરાવવાની કોઇ જરૂરત નથી. બંદરના અધિકારીઓ તકેદારીના તમામ પગલા લઇ રહ્યા છે.

(7:40 pm IST)