Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોનાના સંક્રમણ રોકવા હેતુ વિવિધ સાધનો માટે જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમાએ ગ્રાન્ટ ફાળવી

શહેર-જીલ્લામાં માસ્ક, સેનીટાઇઝર, પર્સનલ પોટેકટીવ ઇકવ્યુપમેન્ટ રપ લાખના ખર્ચે ખરીદાશે

જુનાગઢ, તા. રપ : જુનાગઢ લોકસભાના યુવા સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા કોરોના વાયરસ સામે લોકોને બચાવવા માટે આરોગ્ય વિષયક વસ્તુ ખરીદવાના હેતુ સબબ પોતાની સાંસદ ગ્રાન્ટમાંથી પચ્ચીસ લાખની ગ્રાન્ટ જૂનાગઢ મહાનગર અને જિલ્લા માટે ફાળવી આપી અક ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું છે.

આ અંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જીલ્લા આયોજન અધિકારીને પાઠવલ પત્રમાં જણાવ્યું હતું કે, સાંસદ ગ્રાન્ટ વર્ષ ર૦૧૯-ર૦ની ગ્રાન્ટમાંથી સ્થાનિક વિકાસ યોજના કુદરતી અને માનવ સર્જીત આફત 'કોરોના' સંક્રમણ હેતુ ઉપચાર સાવચેતીના સાધનો માટે ગ્રાન્ટ ફાળવવા  આવશે.

જેમાં જુનાગઢ મહાનગર વિસ્તારમાં કોરાનો સંક્રમ રોકથામના હેતુ માસ્ક સેનેટાઇઝર, પર્શનલ પ્રોટેકટીવ ઇકવ્યુપમેન્ટ માટે ૧૦ લાખ, જૂનાગઢ જિલ્લામાં કોરોનો સંક્રમણ રોકથામ હેતુ માસ્કર સેનેટાઇઝર, પર્શનલ પ્રોટેકટીવ ઇકવ્યુપમેન્ટ માટે ૧પ લાખ સહિત કુલ રપ લાખ ફાળવામાં આવશે.

(1:16 pm IST)