Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ખંભાળીયા પોરબંદર રોડ પરના

જર્જરીત પુલ પર પટ્ટાવગરના સ્પીડ બ્રેકર રોજ અકસ્માત સર્જે છે ??

ખંભાળીયા તા.રપ : ખંભાળીયા-પોરબંદર રોડ પર એક હોટલ નજીક આગળ જતા જર્જરીત પુલ પર સ્પીડ બ્રેકરને કારણે રોજે રોજ અકસ્માત સર્જાય છે.

સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા ન હોવાથી આ સ્પીડ બ્રેકર દુરથી દેખાતા ન હોય અકસ્મતની ઘટના નિરંતર બની રહી છે.

આજે સવારે ભાણવડના દેવુભાઇ જેસાભાઇ નામના પ્રૌઢ તેમના દિકરા તથા પૌત્ર સાથે મોટર સાયકલમાં જોગવડ જતા હતા ત્યારે ચાલકને સ્પીડ બ્રેકર ન દેખાતા ધડાકા સાથે બાઇક ઉછળીને  પટકાતા ત્રણેય વ્યકિતઓને ગંભીર ઇજા થવા પામી હતી.

આ અકસ્માત સમયે ત્યાંથી પસાર થવા ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્રભાઇ આચાર્યએ કારમાં ઘાયલોને સરકારી હોસ્પીટલે પહોંચાડયા  હતા આ અંગે પી ડબલ્યુ ડીના અધિકારીઓને જાણ કરી સ્પીડ બ્રેકર ઠીકઠાક કરવા માંગણી કરી છે.

તમામ સ્પીડ બ્રેકર પર મોટા પટ્ટા (સફેદ) કરવાની પણ માંગણી કરી છે.

(1:16 pm IST)
  • સોશિયલ મીડિયા પર આવતા ફેક કૉલ્સથી સતર્ક રહો access_time 11:48 pm IST

  • ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ કરી : ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનને નજર સમક્ષ રાખી ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો બંધ રાખવાના હુકમો કર્યા છે access_time 10:16 pm IST

  • ભારતીય મુળના રીતેશ અગરવાલની 'ઓયો' કંપનીએ યુ.એસ.એ.માં ડોકટરોને રહેવા માટે 'ફ્રી' સેવાની ઓફર કરી : ઈવાન્કા ટ્રમ્પે આવકારી access_time 3:34 pm IST