Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ભાવનગરમાં ઘરફોડ ચોરી કરતી ચીખલીગેંગ ઝડપાઇ : ૨૧ ગુનાનો ભેદ ઉકેલાયો

ભાવનગર તા. ૨૫ : લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ભરતનગર રીંગરોડ રેડચીલી રેસ્ટોરન્ટ સામેથી એક ગ્રે કલરની મારૂતી ફ્રન્ટી કાર નં.જી.જે.૦૧ એચ.સી. ૬૧૧૯ મળી આવેલ અને તેના ચાલક જેલસીંગ ઉર્ફે જેલુ સીંગ સોરણસીંગ રણજીતસીંગ અંદ્રેલે રહે.મોટા શીતળામાતાના મંદીર સામે ચાઇનાનગરવાળો હોવાનુ જણાવેલ તેની અંગ ઝડતી લેતા રોકડ રકમ રૂ.૨૮,૦૦૦ તથા ઘરફોડ ચોરીઓ કરી તેમાથી નાણા મળેલ અને તે પૈસાની મારૂતી ફ્રન્ટી કાર નં.જી.જે.૦૧ એચ.સી. ૬૧૧૯ ની ખરીદ કરેલ તે કાર તેમજ કાર માથી ઘરફોડ ચોરી કરવાના સાધનો એક લોખંડનો ગણેશીયો,બે મોટા પેચીયા,એક કેસરી કલરની પાઇપ સાથેનું ગેસ કટર, એક આરી પાનુ, એક પક્કડ, એક કાળા કલરની બેટરી, એક જુનુ પોપટ પાનુ, એક વાંદરી પાનુ, એક ફરશી મળી આવેલ,જીયો કંપનીનો મોબાઇલ ફોન તેમજ ચંદાકોર સોરણસીંગ રણજીતસીંગ અંદ્રેલેઙ્ગ રહે.મોટા શીતળામાતાના મંદીર સામે ચાઇનાનગર ભાવનગર વાળીના કબ્જા માથી એક ચાંદીનો ઢાળીયો,કિ.રૂ.૧૨૦૦ એક ચાંદીનો ઢાળીયો,કિ.રૂ.૧૦૦૦ તથા સોનુસીંગ ગુરૂદેવસીંગ પ્રેમસીંગ અંદ્રેલ,રહે.કીશનવાડી વડોદરા વાળા પાસેથી સોનાનો ઢાળીયો કિ.રૂ.૧૦૦૦૦, સોનાનો ઢાળીયો કિ.રૂ.૩૭૦૦૦, સોનાનો ઢાળીયો,કિ.રૂ. ૧૫૦૦૦, સોનાનો ઢાળીયો,કિ.રૂ.૨૧૮૦૦ સોનાની બંગડી નંગ-૦૪ કિ.રૂ.૬૦૦૦૦, સોનાના પાટલા નંગ-૦૨ કિ.રૂ ૪૦૦૦૦ મળી કુલ રૂપીયા ૨,૫૬,૯૧૦ નો મુદ્દામાલ મળી આવેલ જે તમામ મુદ્દામાલ ચોરીની શક પડતી મીલ્કત ગણી સી.આર.પી.સી. કલમ -૧૦૨ મુજબ કબ્જે કરવામા આવેલ છે. અને મજકુર ત્રણેય ઇસમોને ઘોરણસર અટક કરી આગળની કાર્યવાહી માટે ભાવનગર ભરતનગર પો.સ્ટે. સોપી આપેલ છે.ઙ્ગઆરોપીઓની યુકતિ પ્રયુકતિથી આગવી ઢબે પુછપરછ કરતા તેઓએ ભાવનગર અને તળાજામાંઙ્ગ કુલ ૨૧ ઘરફોડ ચોરીના ગુન્હાઓની કબુલાત કરેલ છે.

આ કામગરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.વી.વી. ઓડેદરા,પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા,એ.એસ.આઇ પી.બી.ગોહીલ,વુમન એ.એસ.આઇ સંજનાબેન ગોસાઇ, હે.કો વનરાજભાઇ .ખુમાણ,સાગરભાઇ જોગદીયા,મહેન્દ્રભાઇ ચૌહાણ,ભૈપાલસિંહ ચુડાસમા,જયરાજસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ગોહીલ, રાજપાલસિંહ સરવૈયા, પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા, વિઠ્ઠલભાઇ બારૈયા, ઇમ્તીયાજખાન પઠાણ,રાજેન્દ્રસિંહ સરવૈયા,જયદીપસિંહ ગોહીલ, ચિંતનભાઇ મકવાણા એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતા.

(1:05 pm IST)
  • ૬૦ થી ૮૦ વર્ષની વયના લોકો કોરોનામાં સૌથી વધુ ભોગ બનતા નજરે પડયા : ૫૦ ઉપરનાને કોરોના ઝપટે લ્યે છેઃ ૧૦ થી ૫૦ વર્ષ સુધીમાં મૃત્યુદર માત્ર ૦.૨ ટકા થી ૦.૪ છેઃ સ્ત્રી કરતા પુરૂષ વધુ ભોગ બને છેઃ ૭૦ થી ૭૯ વર્ષ સુધી ૮ ટકા અને ૮૦ પ્લસ ઉંમરના લોકો કોરોનાનો સૌથી વધુ ૧૪.૮ ટકા ૫૦ થી ૫૯ વચ્ચેની વયના લોકોમાં મૃત્યુદર માત્ર ૧.૩ ટકા જોવા મળ્યો છેઃ જયારે ૦ થી ૯ વર્ષની વચ્ચેના બાળકોના મૃત્યુ આંક છે જ નહિઃ સ્ત્રીઓમાં માત્ર ૨.૮ ટકા મહિલાઓ ભોગ બનતી જોવા મળી છેઃ જયારે પુરૂષોમાં આ દર ૭.૭ ટકા જોવા મળ્યો છેઃ આમ મહિલા કરતા પુરૂષો કોરોનાનો વધુ ભોગ બનતા જોવા મળે છે access_time 4:10 pm IST

  • અમિતાભનું ટ્વીટ સૌને ચોંકાવે છે : અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને નરેન્દ્રભાઈ મોદીને જણાવ્યું છે કે કોરોના માખીથી પણ ફેલાઈ શકે છે access_time 10:20 pm IST

  • નવસારીમાં દવાખાનાના કર્મચારીને પોલીસ દ્વારા દંડાવારી કરાતા ૧ PSI અને ૩ પોલીસ કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે access_time 11:51 pm IST