Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના વાયરસને ભગાડવા સઘન સફાય

વાંકાનેરમાં પાલિકા તંત્ર દ્વારા જાહેર માર્ગો ઉપર દવાનો સ્પ્રે-ડી.ડી.ટી. છંટકાવ શરૂ

વાંકાનેર, તા. રપ : પાલિકા દ્વારા કોરોના વાયરસ સામે પ્રજાને રક્ષણ આપવા સફાઇ કામદારોની કાબીલેદાદ કામગીરી સાથે શહેરમાં સફાઇ સાથે સાથે રસ્તાની બન્ને બાજુ ડી.ડી.ટી.નો છંટકાવ કરી લોકોને આ વાયરસથી બચાવવાના સઘન પ્રયાસો થઇ રહ્યા છે. ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયા, સેનીટેશન ઇન્સ્પેકટર દિપકસિંહ ઝાલા દ્વારા શહેરમાં સફાઇનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

સાથે શહેરીજનોએ પણ સાવચેત રહેવા અને કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા પોલીસ-પ્રસાશનને સહકાર આપવા અપીલ કરી છે. આ ગંભીર રોગની ગંભીરતા લઇ નગરજનોએ પોતાના ઘરમાં જ રહી પોતાની અને પરિવાર તથા આમ સમાજની આરોગ્ય અંગેની તકેદારી રાખવા ભારપૂર્વક અનુરોધ કયો છે. શહેરમાં માઇક ફેરવી કોરાના વાયરસ અને લોકડાઉન અંગે જરૂરી માર્ગદર્શન પ્રજાને આપવામાં આવી રહ્યું છે.

(12:07 pm IST)