Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

મોરબીની સિવિલ હોસ્પિટલમાં સલ્ફર કલોરાઇડનો છંટકાવ

મોરબીઃ મોરબી આરોગ્ય વિભાગની સુચનાથી ફાયર ટીમની ગાડીઓ અને પંપ દ્વારા આજે શહેરના રસ્તાઓ પર કેમિકલ છંટકાવ કરીને સફાઈ કરવામાં આવી હતી મોરબી સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગ અને ગ્રાઉન્ડમાં સલ્ફર કલોરાઈડ યુકત પાણીનો મારો ચલાવ્યો હતો તેમજ મોરબીના જાહેર રસ્તાઓ પર પણ ફાયરની ગાડીઓ અને પંપ દ્વારા છંટકાવ કરવામાં આવ્યો હતો અને કોરોના સામે લડવા તંત્ર તમામ પગલાઓ ભરી રહ્યું છે અને કોરોનાને હરાવવાના મક્કમ નિર્ધાર સાથે તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગમાં સલ્ફર કલોરાઇડનો છંટકાવ કરવામાં આવ્યો તે તસ્વીર.

(11:57 am IST)
  • લોકડાઉનમાં ઘરે જ મંગાવો પૈસા : આઈસીઆઈસીઆઈએ સુવિધા શરૂ કરી : આઈસીઆઈસીઆઈ બેંકની વેબસાઈટ મુજબ, ઘર રોકડ ડિલીવરી માટે બેંકની વેબસાઈટ પર Bank@homeservice લોગ ઈન કરી કે કસ્ટમર કેરમાં ફોન કરી સુવિધાથી જોડાઈ શકો છો. રોકડ મંગાવવા સવારે ૯ વાગ્યાથી બપોરે ૨ વાગ્યાની વચ્ચે અનુરોધ કરી શકે છે. બે કલાકની અંદર આપના જરૂરીયાતના રૂપિયા મળી જાય છે. તેના દ્વારા બે હજારથી લઈને બે લાખ રૂપિયા સુધી મંગાવી શકાય છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એકિસસ, કોટક જેવી અનેક બેંક ગ્રાહકો માટે આ સુવિધા આપે છે. access_time 3:19 pm IST

  • વડોદરાના નીઝામપુરના યુવકને કોરોના પોઝીટીવ : યુવાનના પિતા અને અન્યો શ્રીલંકા ગયા હતા access_time 3:34 pm IST

  • શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવીની તબિયત બગડી : શ્વાસ લેવાની તકલીફ : કોરોના હોવાનો ભયઃ ચરક હોસ્પિટલમાં દાખલ : કોરોના ટેસ્ટના સેમ્પલ લીધા : થોડા સમય પૂર્વે જ વિદેશયાત્રા કરીને પરત આવ્યા હતા access_time 4:09 pm IST