Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેકટર સાથે મુસ્લિમ આગેવાનોની બેઠકઃ બહાર ન નીકળવા અપીલ

વઢવાણ,તા.૨૫: હાલ સમગ્ર દુનિયામાં અને દેશમાં પણ કોરોના વાઈરસના પગલે અને જીંદગીઓ મોત માં મોમાઈ છે ત્યારે બીજી તરફ હાલ સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસનો ભરડો સતત વધી રહ્યો છે ત્યારે સમગ્ર કોરોના વાઈરસના પગલે સાવચેત બન્યું છે ત્યારે હાલ ગુજરાતમાં પણ થોડા દિવસ પહેલાં સુરતની એક વૃદ્ઘાનું મોત નિપજયું છે..

બીજી તરફ અને કોરોના વાયરસ ના લક્ષણો અનેક લોકોમાં ગુજરાતની જનતામાં દેખાયા છે અને તેમના નમૂના લઈને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવેલા છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર ૫૧ થી વધુ લોકોને કોરોના ના લક્ષણો વર્તાયા છે.

હાલ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં ૧૪૪ની કલમ લગાવવામાં આવેલી છે જેને કારણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો બંધ હાલતમાં છે અને વેપારીઓને લોકો દ્વારા પણ સારો એવો પ્રતિસાદ ૧૪૪ની કલમ ને મળી રહ્યો છે ત્યારે જિલ્લામાં કોરોના વાઈરસના ફેલાય તે માટે વહીવટી તંત્ર સતત કામે લાગ્યું છે..

ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લા મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા અને ખાસ પીરે તરીકત યુસુફ મીયા બાપુની આગેવાની હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશ સાથે મિટિંગ યોજીને મુસ્લિમ સમાજના આગેવાનો અને પીરે તરીકતઙ્ગ યુસુફ મિયા બાપુ દ્વારા મુસ્લિમ સમાજ ના લોકો ને કામ વગર બહાર ન નીકળવા સંદેશ આપ્યો હતો.

(11:56 am IST)