Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કુંકાવાવના તરઘડીમાં ભાવેશ નિમાવતને સરપંચના પતિ સહિતે લાકડીથી ફટકાર્યો

મંદિરનો બાકડો સરપંચના પતિ પોતાના ઘર પાસે લઇ જતાં ભાવેશે વાંધો ઉઠાવતાં ધોલધપાટ

રાજકોટ તા. ૨૫: કુંકાવાવના તરઘડીમાં રહેતાં અને પાન-દૂધ-કરિયાણાની દૂકાન ધરાવતાં ભાવેશ જગદીશભાઇ નિમાવત (ઉ.૩૦) નામના યુવાનને ગામના મહિલા સરપંચ રેશ્માબેન પટેલના પતિ ભુપતભાઇ પટેલ, રવજીભાઇ, પરેશભાઇ સહિતે લાકડી-ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે વડીયા પોલીસને જાણ કરી હતી.

ભાવેશના પિતા જગદીશભાઇ નિમાવતના કહેવા મુજબ ગામના પાદરે રામજી મંદિરે જે બાકડા મુકવામાં આવ્યા હતાં તેમાંથી એક બાકડો સરપંચના પતિએ લઇને પોતાના ઘર પાસે રાખી દેતાં આ બાબતે ભાવેશે તેને પુછતાં ઝઘડો કરી મારકુટ કરવામાં આવી હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)