Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ગોંડલ પાલિકા તંત્ર લોકડાઉનમાં પાણીની તંગી ન સર્જાય તે માટે સજ્જ

સહકાર આપવા વોટર વર્કસ ચેરમેન અનિલ માધડની અપીલ

ગોંડલ, તા. રપ : પાલિકાના વોટર વર્કસ ચેરમેન અનિલભાઇ માધડની યાદી જણાવે છે કે, સમગ્ર શહેરમાં કોઇ વ્યકિતને પાણીની સમસ્યા નહીં રહે તેમજ યોગ્ય સમયે કલોરીન વાળુ ફિલ્ટર યુકત પાણી વિતરણ કરવામાં આવશે.

આ મહામારી ભયંકર કોરોના વાઇરસને ધ્યાનમાં લઇ અનિલભાઇ માધડે વોટર વર્કસ વિભાગના તમામ કર્મચારીનો અલગ અલગ સંપર્ક કરી માહિતી લઇ યોગ્ય માર્ગદર્શન આપી પાણી વિતરણની યોગ્ય વ્યવસ્થા કરી અને પ્રજાને કોઇ હાડમારી ના થાય તેવી વ્યવસ્થા કરેલ છે. તેમજ વોટર વર્કસ વિભાગના તમામ કર્મચારીઓને સુચન કરવામાં આવેલ છે. કર્મચારીઓની રજા નામંજુર કરી તમામ કર્મચારીઓને સુચન કરેલ છે. હાલ સૌને લોકોની સેવા કરવાનો ઇશ્વરે મોકો આપ્યો છે. ત્યારે લોકોની સેવા કરીને પરમાત્માના આશિર્વાદ પ્રાપ્ત કરી તેવી ભાવુક અપીલ કરેલ છે. અન્યથા ના છૂટકે કર્મચારી ઉપર ગંભીર પગલા લેવાની ફરજ પડશે તેવી લાગણી વ્યકત કરેલ હતી.

ત્યારે લોકો માટે અનિલભાઇ માધડ દિવસ રાત એક કરી ખડેપગે વોટર વર્કસ વિભાગમાં ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. વિશેષમાં વોટર વર્કના કર્મચારીને ઓળખકાર્ડ આપવામાં આવેલ છે જેથી કરીને કોઇ વ્યવસ્થામાં ખામી ના સર્જાય તેમ અનિલભાઇ માધડે જણાવ્યું હતું.

(11:49 am IST)