Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સૌરાષ્ટ્ર-કચ્છ સુમસામઃ ભાવનગર રેન્જમાં ૩૫ ચેક પોસ્ટ

'લોકડાઉન' ની મુદતમાં વધારો થતા પોલીસ ટીમ દ્વારા સજ્જડ પેટ્રોલીંગઃ લોકોને ઘરમાં જ રહેવા અપીલ

રાજકોટ તા. રપ :.. 'કોરોના'ની લોકોને બચાવવા માટે તંત્ર સજ્જ છે. અને વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા 'લોકડાઉન' ની મુદત વધારવામાં આવતા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ભાવનગર

ભાવનગરઃ  કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજય સરકાર દ્વારા એપિડેમીક રેગ્યુલેશન તેમજ કોવિડ ૧૦ ડીસીઝ એકટની અમ્લવારીની સાથોસાથ કલમ ૧૪૪ તેમજ ભાવનગર સહિત રાજયભરમાં લોકડાઉન કરવામાં આવેલ છે.લોકડાઉન જાહેરનામાનો અમલ શરૂ થઈ જવા છતાં લોકો ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે.

જાહેરનામાનો ભંગ કરવા બદલ ભાવનગર રેન્જ પોલીસ દ્વારા ભાવનગર જિલ્લામાં ૨૩, અમરેલી જિલ્લામાં ૭ તથા બોટાદ જિલ્લામાં ૩૭ એમ કુલ ૬૭ વ્યકિતઓ વિરૂધ્ધ ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ છે. તેમજ બહારના જિલ્લામાંથી ભાવનગર રેન્જમાં આવતા લોકોને ચેક કરવા ભાવનગર જિલ્લામાં - ૦૬ ચેકપોસ્ટ પર બંદોબસ્તમાં પોલીસ - ૩૩, હોમગાર્ડ - ૩૭ તથા TRB - 18),અમરેલી જિલ્લામાં - ૨૦ ચેકપોસ્ટ પર બંદોબસ્તમાં પોલીસ - ૧૯૯, હોમગાર્ડ - ૧૯ તથા TRB/GRD - 69)  તથા બોટાદ જિલ્લામાં - ૦૯ ચેકપોસ્ટ પર બંદોબસ્તમાં પોલીસ - ૭૯, હોમગાર્ડ - ૦૬ તથા GRD - 12 એમ મળી કુલ - ૩૫ ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવેલ છે.

આ તમામ ચેકપોસ્ટ પર પોલીસ - ૩૧૧, હોમગાર્ડ - ૬૨ તથા TRB/GRD - 99 એમ મળી કુલ - ૪૭૨ કર્મચારીઓ બંદોબસ્તમાં ફાળવવામાં આવેલ છે.ભાવનગર રેન્જના ત્રણેય જિલ્લઓમાં DYSP - 10, PI - 40, PSI - 140, POLICE - 3200, HG – 2500 બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવેલ છે.

(11:41 am IST)