Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

આપદ્કાળમાંથી બહાર નીકળવા હરિસ્મરણ એ મહત્વનું સાબિત થશેઃ પૂ.મોરારીબાપુ

વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી ચૈત્રી નવરાત્રીના પ્રારંભે પૂ.બાપુનો હરિનામ સંદેશ

તલગાજરડા,તા.૨૫: પૂજય મોરારીબાપુએ સાંપ્રત પરિસ્થિતિને અનુલક્ષીને ચૈત્રી નવરાત્રીના સંદર્ભમાં હરિનામ સંદેશ આપ્યો છે. પૂ. બાપુએ કહ્યું કે આપદ્કાળમાંથી બહાર નીકળવા હરિસ્મરણ એ મહત્વનું સાબિત થશે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે આપ સૌ સ્વ અને સર્વના કલ્યાણ અર્થે પોતપોતાના ઘેર સરકારશ્રીની જે કઈ સૂચનાઓ છે તેનું સુચારું રીતે પાલન કરો. આપ જે ધર્મમાં માનતા હો અને જેને ઈષ્ટ ગણતાં હો તેનું નામ સ્મરણ કરો.

રામનામના સ્મરણનું મહિમાગાન કરતાં પૂજય બાપુએ કહ્યું,  'રામનામ કર અમિત પ્રભાવ, સંત પુરાણ ઉપનિષદ ગાવા'એટલે કે ઉપનિષદ પુરાણોનુ ગાનઙ્ગ શ્રેષ્ઠ માનવામાં આવ્યું. સર્વે અગિયાર વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો. રામચરિત માનસનો પાઠ કરવો. ભગવદ્ ગીતા અને ભુષંડી રામાયણ, રૂદ્રાષ્ટકનું ગાન અને મનન કરતાં રહેવું.

પુ.મોરારિબાપુએ ઉમેર્યું કે પ્રાતઃકાળે સ્નાન કરી સૂર્યનમસ્કાર પણ ખુબ ઉપકારક સાબિત થશે. તુલસીના પાંચ પાનનો આસ્વાદ પણ મહત્વનો રહેશે.બાપુએ શ્રદ્ઘા વ્યકત કરી કે જરૂર આપણી પ્રાર્થના આપત્ત્િ। કાળે રામબાણ સાબિત થતી હોય છે. પુ. ગાંધીબાપુ અને પૂજય વિનોબાજી એ પણ રામચરણ ને પુરતું મહત્વ આપ્યું છે. ગાંધીબાપુની સમાધિ દિલ્હીમાં અને વિનોબાજીની સમાધિ પવનારમાં અનુક્રમે 'હે રામ' 'હે રામ હરિ' લખેલું છે તે તેનું ઉદાહરણ છે .તુલસીજીની ચોપાઈ ટાંકીને કહ્યું કે'જાસુ નામ ભવ વિશેજ ,હરણ ઘોર ત્રય શૂળ' ભગવત સ્મરણ ત્રણેય પ્રકારની વ્યાધિથી ઉગારે છે.

(11:38 am IST)