Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

શ્રધ્ધાભરી ટેક - કોરોના રૂપી અસુરથી દેશને બચાવવા માતાના મઢ જાગીરના અધ્યક્ષે લક્ષચંડી યજ્ઞ અને આજીવન એકટાણાનો કર્યો સંકલ્પ

આશાપુરા મંદિરે શાંતિભર્યા માહોલમાં ચૈત્રી નવરાત્રીનું ઘટસ્થાપન

ભુજ તા. ૨૫ : કોરોનાની મહામારીને કારણે આ વર્ષે માતાના મઢ ખાતે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ગઈકાલે માતાના મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજી દ્વારા ઘટ સ્થાપન કરાયું હતું. આ પ્રસંગે આદ્ય શકિત સ્વરૂપ મા આશાપુરા પાસે કોરોના રૂપી અસુરથી દેશને બચાવવા માટે રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ શ્રદ્ઘાપૂર્વક અરદાસ કરી હતી. તે માટે તેમણે લક્ષચંડી યજ્ઞની અને આજીવન એકટાણાની ટેક લીધી હતી.

આ વર્ષે કોરોનાને કારણે મુખ્ય મંદિર બંધ રાખવામાં આવ્યું છે અને માત્ર સેવા પૂજા તેમ જ આરતી માટે ખોલવામાં આવે છે. ઘટ સ્થાપન સમયે ભુવા ગજેન્દ્રસિંહ ચૌહાણ, સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, મેનેજર મયુરસિંહ જાડેજા, હિંગલાજ મંદિરના પૂજારી પ્રકાશ પંડ્યા હાજર રહ્યા હતા.

(10:54 am IST)