Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ભાવનગર જીલ્લામાં પણ કમોસમી વરસાદ ખેતીના ઉભા પાકને મોટાપ્રમાણમાં નુકશાન

ભાવનગર, વલ્લભીપુર તેમજ સિહોર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ

ભાવનગર : દેશમાં કોરોનાવાયરસની દહેશત વચ્ચે કમોસમી વરસાદનો કહેર જોવાયો છે ભાવનગર જિલ્લાના કમોસમી વરસાદ પડતા ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન જોવા મળ્યું છે. બે દિવસ પહેલા હવામાન ખાતાની આગાહી મુજબ ભાવનગર જિલ્લાના ભાવનગર, વલ્લભીપુર તેમજ સિહોર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો  જેથી પાલીતાણા તાલુકાના સેન્જળિયા, નવાગામ, ફાચરિયા, બડેલી, લોઇચડા સહિતના ગામોમાં મોટાપાયે ખેતીમાં નુકશાની જોવા મળી છે. ખાસ કરીને જીરું, ઘઉં, જુવાર અને ડુંગળીના પાકમાં મોટા પ્રમાણમાં નુકશાની જોવા મળી છે. ખાસ કરીને કમોસમી વરસાદની સાથે સાથે પવન પણ હતો જેના કારણે ખેતરમાં ઘઉં અને જુવારના ઉભા પાક ઢળી જતા મોટા પ્રમાણમાં નુકશાની જોવા મળી છે. હાલ ઘઉં અને જુવારનો પાક માથા પર છે. દિવસમાં પાક લેવાનો ચાલુ હોય તે સમયે કમોસમી વરસાદ પડતા ઘઉં અને જુવાર પલળી જતા તમામ પાક નિષ્ફળ થયો છે.જેથી ખેડૂતો માટે પડયા પર પાટા જેવી સ્થિતી સર્જાઇ છે.

(9:09 am IST)