Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ઉનાઃ જીએસટીની કેટલીક ટેકનીકલ ખામીથી વેપારીઓને મુશ્કેલી સામે રજુઆત

ઉના,તા.૧૪: ગુજરાતમાં એકજ દિવસે તમામ જિલ્લાઓમાં સાંસદ, ધારાસભ્યો, કલેકટર,જીએસટીના ઉચ્ચ અધિકારીઓ ને જી.એસ.ટી. ની ટેકનિકલ ખામીઓ અંગે આવેદન આપવામાં આવ્યા હતા. વેરાવળ, ઉના તથા કોડીનારના ૩૫ જેટલા કર નિષ્ણાંતોએ સાથે મળી, ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ, વેરાવળના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને મળી જી.એસ.ટી. પોર્ટલ અંગે ની ટેકનિકલ ક્ષતિઓ અંગે વાકેફ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કલેકટર ગિર સોમનાથ, સીજીએસટી એસજીએસટીના ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે આવેદન પાઠવ્યું હતું. તમામ કર વ્યવસાયીકોએ એક સૂરે જણાવ્યુ હતું કે જી.એસ.ટી.ને એક કર પ્રણાલી તરીકે તેઓ સ્વીકારે છે. પરંતુ જી.એસ.ટી. પોર્ટલ કોઈ રીતે સ્વીકાર્ય નથી. ૩૧ મહિના ઉપર નો સમય પસાર થઈ ગયો હોવા છતાં ટેકનિકલ પ્રોબ્લેમના કારણે ટેકસ પ્રેકિટસ કરનાર ખૂબ ત્રસ્ત છે. આ આવેદન વેપારી આગેવાનો ને પણ આપવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે જી.એસ.ટી. અંગે ની ટેકનિકલ ખામીઓનો ભોગ વેપારીઓ બની રહ્યા છે અને આ અંગે તેઓએ જાગૃત થવું જરૂરી છે.તેમ જણાવેલ.(

(10:08 am IST)