Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

કેશોદ નગરપાલિકા કચેરીએ જીવદયા પ્રેમીઓના ધરણા

 કેશોદઃ પ્લાસ્ટિકનો બેરોકટોક વપરાશ થઈ રહ્યો છે. જે પ્લાસ્ટિકનો કચરો બજારોમાં રઝડતો હોય જે પ્લાસ્ટિક ખાવાથી અનેક ગાયો બિમારીના કારણે રીબાઈ રીબાઈને કમોતે મોતનેઙ્ગ ભેટેછે. અગાઉ પણ પ્લાસ્ટિક વેચાણ બાબતે જનતા રેડ કરી પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો હતો. આમછતા નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામા આવતી ન હોવાથી ગાયોના પેટમાંથી કાઢેલા પ્લાસ્ટિકનો ઢગલો ચિફ ઓફિસર સામે રજુ કરી જીવદયા પ્રેમીઓએ રોષ વ્યકત કર્યોઙ્ગ હતો. તેમજ ભારતીય કાયદાનો ભંગ કરીને કેશોદ નગરપાલિકા કચેરી દ્વારા રજાના દિવસે પણ મુંગા પ્રાણીઓને પકડી તેના ઉપર વધારે પડતો ત્રાસ આચરતા હોય જે બાબતે તપાસ કરી કાનુની પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે કેશોદ પીઆઈને લેખિતમાં રજૂઆત કરી મુંગા પ્રાણીઓ સામે ત્રાસ આપનાર સામે પગલા ભરવામાં આવે તેવી માંગણી કરીછે. જયાં સુધી નગરપાલિકા તંત્ર દ્વારા લેખીતમાં બાંહેધરી આપવામા નહી આવે ત્યાં સુધી જીવદયા પ્રેમીઓ દ્વારા ધરણા ચાલુ રાખવામા આવશે તેવુ જણાવ્યું હતું.

(12:56 pm IST)