Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

માળિયામિંયાણા પાસે ૧૮ લાખનો દારૂ પકડાયો

માળીયા-હળવદ હાઇવે પર માળીયામિંયાણાના પી.એસ.આઇ જી.વી.વાણીયા તથા ટીમે પેટ્રોલીંગ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં નીકળેલ આઇશર કન્ટેનરની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો કિ.૧૮ લાખ અને ટ્રકની કિંમત ૧૦ લાખ મળી કુલ ૨૮.૧૨ લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રકમાં સવાર જગદીશકુમાર શ્રીરામ મહેરસિંગ પ્રાંતીજ રે.દિલ્હી અને સંતોષ શ્રીપાલસીંગ રાજપૂત રે.યુપીવાળાને દબોચી લીધા હતા. બંનેને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે. તસ્વીરમાં  દારૂનો જથ્થો અને  પકડાયેલ બંને શખ્સો સાથે પોલીસ કાફલો નજરે પડે છે.

(12:54 pm IST)