Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

સુરેન્દ્રનગરમાં GST પોર્ટલ પ્રશ્ને ટેકસ પ્રેકટીશનરો એશો દ્વારા આવેદન પાઠવ્યું

વઢવાણ,તા.૧૩: સમગ્ર રાજયમાં જી.એસ.ટી. પોર્ટલ ઉપર રહેલી ટેકનિકલ ગ્લિચીસ (તકલીકો) બાબતે એડવોકેટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેકસ પ્રેકટિશનરો દ્વારા જિલ્લા સ્તરે રજૂઆતો કરવામાં આવેલ છે. આ રજૂઆતો કરવા ધી ગુજરાત સેલ્સ ટેકસ બાર એશોશીએશન, નેશનલ એકશન કમિટી, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ કન્સલ્ટન્ટસ, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓ ટેકસ પ્રેકટિશનર્સ-વેસ્ટ ઝોન, ઇન્કમ ટેકસ બાર એશોશીએશન, ટેકસ એડવોકેટ એશોશીએશન ગુજરાત તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એશોશીએશન અમદાવાદ દ્વારા એક જોઇન્ટ એકશન કમિટીની રયના કરવામાં આવી છે. આ પ્રકારે ગુજરાતના તમામ મોટા એશોશીએશન સાથે મળી કોઇ રજૂઆત કરી હોય તેવો આ પ્રથમ બનાવ છે.

કમિટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લાઓમાં આવેદન આપવામાં આવ્યું છે. આ આવેદન દરેક જિલ્લા ના અનેકવિધ અધિકારીઓ - પદાધિકારીઓને આપવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જીલ્લામાં આ જોઇન્ટ એશોસીએશન એકશન કમિટી તથાસુરેન્દ્રનગર સેલ્સટેક્ષ બાર એસોસિયેશન દ્વારા તૈયાર કરેલ આવેદનપત્ર સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી, કલેકટરશ્રી, સેન્ટ્રલ જી.એસ.ટી. તથા સ્ટેટ જી.એસ.ટી. ઓફિસ ના ઉચ્ચતમ અધીકારીઓ તથા ઝાલાવાડ યેમ્બર ઓફ કોમર્સ અને ઝાલાવાડ હેડરેસન ઓફ ટ્રેડ અને ઇંન્ડસ્ટ્રીજને આપવામાં આવેલ છે. આ રજૂઆતમાં સુરેન્દ્રનગર જીલ્લા માં સેલ્સટેક્ષ બાર એસોસિયેશનના તમામ સભ્યો ઉપસ્થિત રહેલ હતા અને ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ તરકથી આ રજૂઆતની સાતત્ય પર પોતાની સંમતિ આપેલ છે. રજૂઆતમાં સામિલ દરેક કર - વ્યવસાયિકો દ્વારા દ્વારા ખાસ જાહેર કરવામાં આવ્યું છે કે તેઓ જી.એસ.ટી.નો એક કર પ્રણાલી તરીકે સહર્ષ સ્વીકાર કરે છે. અને તેઓની રજૂઆત માત્ર અને માત્ર જી.એસ.ટી. નેટવર્ક - પોર્ટલ (વેબસાઇટ) સામે છે.

(12:54 pm IST)