Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

વેરાવળ તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા આવતીકાલે સમુહ લગ્નોત્સવઃ પર નવદંપતિઓ, પ્રભુતામાં પગલા પાડશે

પ્રભાસ પાટણ તા. ૧૩ :.. વેરાવળ તાલુકા સમસ્ત કોળી સમાજ -પ્રભાસ પાટણ આયોજીત દશમો સમુહલગ્નનું તા. ૧૪ ને શુક્રવારના રોજ સોમનાથ-સદભાવના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવેલ છે જેમાં પર નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે.

આ સમુહલગ્નમાં કાર્યક્રમની રૂપરેખા માં દીપ પ્રાગટય અને રામદેવજી મહારાજનું  પુજન સવારે ૯.૩૦ કલાકે, જાન આગમન (જાનનું સામૈયુ) સવારે  ૧૦ કલાકે, હસ્તમેળાપ ૧૧ કલાકે, ભોજન સમારંભ બપોરના ૧ર થી ૩, કર્મચારીઓનું સન્માન ૧.૩૦ કલાકે, ભુદેવો દ્વાર આર્શીવચન ર.૩૦, ચિરાગભાઇ સોલંકી દ્વરા સાંસ્કૃતિક કાર્યક્રમ બપોરે ર.૪પ કલાકે, કન્યા વિદય ૪ કલાકે.

મુખ્ય મહેમાનોમાં કુંવરજીભઇ બાવળીયા (કેબીનેટ મંત્રી), રાજેશભાઇ ચૂડાસમા (સાંસદ), વિમલભાઇ ચૂડાસમા (ધારાસભ્ય -સોમનાથ), એચ. એસ. ડાંગર (યુનિટ હેડ ઇન્ડીયન રેયોન), પુંજાભાઇ વંશ (ઉના-ધારાસભ્ય), બાબુભાઇ વાજા (માંગરોળ-ધારાસભ્ય), દેવાભાઇ માલમ (કેશોદ ધારાસભ્ય), જેઠાભાઇ જોરા (પૂર્વ ધારાસભ્ય), ભગવાનજી કરગઠીયા (પૂર્વ ધારાસભ્ય), કાનાભાઇ ગઢીયા (ગીર સોમનાથ જીલ્લા કોળી સમાજ પ્રમુખ), પાર્થભાઇ (કથાકાર), રાજૂભાઇ વંશ (રેન્જ ફોરેસ્ટ ઓફીસર -કેશોદ), ધનજીભાઇ વૈશ્ય (પટેલ ભીડીયા -કોળી સમાજ), કાનાભાઇ બામણીયા (મે. ટ્રસ્ટી કોળી સમાજ), ગોવિંદભાઇ રાઠવા (પી. આઇ. પ્ર.પાટણ), બાબુભાઇ પરમાર (ઉપપ્રમુખ જી. પ. ગીર -સોમનાથ) સહિત અનેક મહાનુભવો હાજરી આપશે.

ર૦૧૯ માં નવા કર્મચારી અને પ્રમોશન કર્મચારીઓનું સમુહલગ્ન સમિતિ દ્વારા સન્માન કરવામાં આવશે.

(11:55 am IST)