Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

સાંસ્કૃતિક, વૈચારિક, આધ્યાત્મિક રૂપે તૂટેલા દેશને જોડવાનું કામ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ કર્યું છેઃ રાજ્યપાલ દેવવ્રતજી

ગાંધીધામ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે જ્ઞાન મહોત્સવ ઉજવાયો

ભુજ, તા.૧૩:સ્વામિ દયાનંદ સરસ્વતીની ૧૯૬મી જન્મ જંયતી નિમિત્ત્।ે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં જ્ઞાન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સ્વામિ દયાનંદ સરસ્વતીમાં રાષ્ટ્ર ભકિતનો મજબૂત ભાવ તેઓના મનમાં હતો અને ત્યારે જ લાલા લજપતરાય, ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મીલ અને અસ્ફાત ઉલ્લા ખાં જેવા અનેક ક્રાંતિકારીઓ તેઓની વિચારધારાથી પ્રભાવિત થયા હતા.

ગાંધીધામ સ્થિત વેદીક સંસ્કાર કેન્દ્ર ખાતે આયોજિત સમારોહમાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ દયાનંદ સરસ્વતીના જીવન કવન પર પ્રકાશ પાડી સામાજિક કુરિવાજો, સ્ત્રી શિક્ષણ તેમજ વેદના મંત્રો પર સ્ત્રીઓના અધિકારની વકાલત કરી હોવાનું જણાવી સ્વામિ દયાનંદ સરસ્વતીના કારણે જ આજે આધુનિક ભારતમાં સ્ત્રીઓ તમામ ક્ષેત્રોમાં અગ્રેસર છે. અછૂતોના ઉદ્ઘાર માટે અને સમાજમાં સમરસ વાતાવરણ ઉભુ કરવા જેવી બાબતે રાષ્ટ્રપિતા ગાંધીજીએ પણ સ્વામી દયાનંદ સરસ્વતીમાંથી પ્રેરણા લીધી હોવાનો રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગર્વ ભેર ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાતની ધરતી અંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે આ ભૂમિ પર અનેક મહાનુભવોનો જન્મ થયો છે સરદાર પટેલે ખંડીત ભારતને એક કર્યું છે ત્યારે સાંસ્કૃતિક, વૈચારિક, આધ્યાત્મિક રૂપે તૂટેલા દેશને વૈદીક પરંપરા અનુસાર જોડવાનું કામ સ્વામિ દયાનંદ સરસ્વતીએ કર્યું હોવાનું ગર્વભેર ઉલ્લેખ કર્યો હતો.

આ વેળાએ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જ્ઞાન મહોત્સવમાં ઉપસ્થિત નાગરિકોને સ્વામિ દયાનંદ સરસ્વતી દ્વારા લિખિત પ્રસિદ્ઘ ગ્રંથ સત્યાર્થ પ્રકાશને દ્યરમાં વસાવી બાળકોને વંચાવવા પણ અનુરોધ કર્યો હતો.

આર્ય સમાજ ગાંધીધામ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓ અંગે પણ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રસન્નતા વ્યકત કરી હતી.

જ્ઞાનોત્સવના પ્રારંભે પ્રથમ વખત ગાંધીધામની ધરતી પર પધારેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સંસ્થાના અગ્રણીઓએ કચ્છી પાદ્ય, શાલ અને મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કર્યુ હતું. આ વેળાએ ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ, તોલાણી વિદ્યા મંદિર, મારવાડી યુવા મંચ, કચ્છ મલયાલી વેલ્ફેર એસો., મચ્છોયા આહિર સમાજ, સોલ્ટ મેન્યુ. એસો., કંડલા ટિમ્બર એસો. જાટ સમાજ, મધુકાન્તભાઇ આચાર્ય તેમજ જીવન પ્રભાત સંસ્થાના બાળકોએ આચાર્ય દેવવ્રતજીને સન્માનીત કરી આવકાર આપ્યો હતો.

ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ કાનજીભાઇ ભર્યા, આર્ય સમાજના સર્વે અગ્રણીશ્રી વાચોનીધિ આચાર્ય, જીવન પ્રભાત સંસ્થાના ગિરીશભાઇ ખોસલા, દિલ્હી આર્ય સમાજના અગ્રણી વિનયભાઇ આર્ય, અમેરિકા આર્ય સમાજના અગ્રણી ભુવનેશભાઇ ખોસલા સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

(11:48 am IST)