Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

તળાજા ભાજપે અહીં કેવો વિકાસ થઈ રહ્યો છે તેનુ મનોમંથન કરવું જરૂરી !

ભાવનગર ગ્રામ્ય ભાજપમાં એટલા ડખા છે કે સંગઠનના નવા હોદેદ્દારો કે નવુ સંગઠન માળખુ નથી રચી શકયા

ભાવનગર તા. ૧૩:  પંડિત દીનદયાળજી ની પુણ્યતિથિ અવસરે અહીંના  દીનદયાળ નગર ખાતે શહેર ગ્રામ્ય ભાજપ સંગઠન આગેવાનો નગર સેવકો એ ઉપસ્થિત રહી તેઓની વિચારધારા નું મનોમંથન કરયુ હતું.

ભાજપે કરેલ ફોટા વાયરલ ને લઈ અહીં સૌ સમુ સુથરુ હોય તેવો અહેસાસ પાર્ટી ના મોવડીઓને થાય.જોકે શહેર ભાજપ માં નવા પ્રમુખ મહામંત્રી ઓ ની પસંદગી વખતે થયેલ ખેંચતાણ સમયે શહેર માં કેટલો વિખવાદ છે તેનાથી મોવડીઓ અજાણ નહિજ હોય !.

એ ઉપરાંત ગ્રામ્ય ભાજપ માં નવા પ્રમુખ મહામંત્રી કોણ તે  આજ સુધી નક્કી થઈ શકયુ નથી.એ હદે વિવાદ વકરેલો છે.પાર્ટી ના આદેશ ને લઈ યોજાતા કાર્યક્રમો માં સૌ સાથે બેસેલ જોવામળે છે.પણ એક બીજાના વિરોધી ઓની મનોદશા જુદી હોય છે.તે પાર્ટી ના કાર્યકરો હોય કે આગેવાનો ની ચર્ચાઓ,વાતો ના દૌર થી ખ્યાલ પડ્યા વગર રહેતો નથી.

તળાજા પાલિકા દ્વારા થયેલ રસ્તાઓ હોય કે બાંધકામ ની વાત હોય કે ગ્રામ્ય વિસ્તારોમાં થતા રસ્તાઓ હોય.દરેક વખતે આમ આદમી માંથી મોટાભાગે ભ્રષ્ટાચાર ની રાવ ઉઠવા પામે છે. જે પાર્ટીની ધીરેધીરે બદનામી થઈ રહી છે.એક સમયે જિલ્લા માં ભાજપ નો સૌથીવધુ મજબુત ગઢ તળાજા ગ્રામ્ય પંથક ગણાતો હતો.પણ આજે અહીં ધારાસભ્ય કોંગ્રેસના છે.તાલુકા પંચાયત કોંગ્રેસ નિજ બની હતી.લુચ્ચું,ખંધુ, અને લાલચું રાજકારણ ખેલવામાં આવ્યો ને ભાજપે સતા હાંસલ કરી.જિલ્લા પંચાયત ની બેઠકો માં પણ કોંગ્રેસે દબદબો જાળવ્યો હતો.

પાર્ટીના સ્થાપક ની તિથિ એ પણ આંગળી ના વેઢે ગણાય તેટલાજ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ અધ્યક્ષ દ્વારા વિપક્ષએ કરેલા ભ્રષ્ટચાર ના આક્ષેપોને લઈ પાર્ટીના નગરસેવકો ને કલીન ચિટ ભલે આપી દીધી પણ આગામી સમયમાં ખરા અંતર થી મનોમંથન કરવામાં અને સત્ય સ્વીકારી ને,તળાજા શહેર ગ્રામ્ય  વિસ્તાર ની જનતા શુ જરૂરિયાત છે તેનું મનોમંથન પાર્ટી એમ સ્વંયના હિત માટે કરવું જરૂરી છે.

(11:45 am IST)