Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

મોરબીના બગથળા -ભરતનગર આરોગ્ય કેન્દ્રને એવોર્ડ

મોરબીઃ ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ રાજયની આરોગ્ય સંસ્થાઓમાં મળતી સુવિધાઓમાં ઉચ્ચ કક્ષાની ગુણવત્ત્।ાસભર સેવાઓ મળી રહે તે માટે નેશનલ કવોલીટી એસ્યોરન્સ સ્ટાનડર્દ ના ધારા ધોરણો મુજબ મોરબીના બગથળા અને ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એવોર્ડ મળ્યા છે. બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર સેવાઓની ચકાસણી માટે ભારત સરકારના નિયુકત કરેલ અધિકારી દ્વારા ડીસેમ્બર ૨૦૧૯ માં ચકાસણી કરવામાં આવી હતી ગાઈડલાઈન અનુસાર બંને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મધ્યપ્રદેશ અને તમિલનાડુથી આવેલ અધિકારી દ્વારા એસેસમેન્ટ કરવામાં આવેલ અને કઠીન ગણાતા આ એસેસમેન્ટ,અ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાને ૯૪ ટકા અને ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ૯૦.૦૭ ટકા સાથે ઝળહળતી સફળતા મળી છે.જીલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો જે એમ કતીરાના સૂચનો અનુસાર જીલ્લા કવોલીટી મેડીકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરીયાની સીધી દોરવણી હેઠળ બગથળા કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. હિરેન વાંસદડીયા, આયુષ મેડીકલ ઓફિસર ડો. અલ્પાબેન રામાવત, ભરતનગર કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. સંજય જીવાણી અને આયુષ મેડીકલ ઓફિસર ડો. ડી એસ પાંચોટિયા અને તેની ટીમની મહેનત રંગ લાવી છે અને મોરબી જીલ્લાનું નામ દેશ લેવલે રોશન કર્યું છે. તસ્વીર આરોગ્ય કેન્દ્રના સ્ટાફની તસ્વીર.

(11:42 am IST)