Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ઠંડી 'ઠંડી' પડી ગઇ : સૌરાષ્ટ્ર - કચ્છમાં વાદળા છવાયા

લઘુત્તમ તાપમાનમાં વધારો : મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત

રાજકોટ તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત છે. ઠંડી 'ઠંડી' પડી જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. સર્વત્ર વાદળછાયુ વાતાવરણ છવાઇ ગયું છે.

આજે રાજ્યમાં સૌથી નીચુ લઘુત્તમ તાપમાન અમરેલીમાં ૧૨.૮ ડિગ્રી, ગિરનાર પર્વત ૧૩.૪, નલીયા ૧૪.૪, રાજકોટ ૧૯.૮ ડિગ્રી નોંધાયું છે.

જુનાગઢ

જૂનાગઢ : સોરઠના હવામાનમાં ગઇકાલથી આવેલો પલ્ટો આજે પણ યથાવત રહેતા ઠંડી નહિવત થઇ ગઇ છે.

જૂનાગઢ સહિત સોરઠમાં ગઇકાલે બપોર બાદથી હવામાનમાં ફેરફાર થયો છે. આજે પણ સવારથી આકાશમાં વાદળા છવાય ગયા છે અને સવારનું લઘુત્તમ તાપમાન વધીને ૧૮.૪ ડિગ્રી નોંધાતા ઠંડી ગાયબ થઇ ગઇ છે.

જૂનાગઢના ગિરનાર પર્વત અને તેના જંગલ વિસ્તારમાં ૧૩.૪ ડિગ્રી તાપમાન રહેતા પ્રવાસી સહિતના લોકોને ઠંડીમાં રાહત મળી છે.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૭ કિમીની રહી હતી.

ગોંડલ

ગોંડલ : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ છવાઇ ગયું છે અને ઠંડી ગાયબ થઇ ગઇ છે.

જામનગર

જામનગર : શહેરનું લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી, મહત્તમ ૩૦ ડિગ્રી, ભેજ ૬૪ ટકા અને પવનની ઝડપ ૬.૮ કિમી પ્રતિ કલાક રહી હતી.(૨૧.૫)

સૌરાષ્ટ્ર - કચ્છમાં કયાં કેટલુ તાપમાન

શહેર

લઘુત્તમ તાપમાન

અમરેલી

૧૨.૮ ડિગ્રી

ગિરનાર પર્વત

૧૩.૪ ,,

નલીયા

૧૪.૪ ,,

ભુજ

૧૭.૦ ,,

કેશોદ

૧૮.૨ ,,

જુનાગઢ

૧૮.૪ ,,

ન્યુ કંડલા

૧૮.૪ ,,

કંડલા એરપોર્ટ

૧૮.૬ ,,

સુરેન્દ્રનગર

૧૯.૫ ,,

રાજકોટ

૧૯.૮ ,,

ભાવનગર

૨૦.૪ ,,

ઓખા

૨૦.૫ ,,

પોરબંદર

૨૧.૩ ,,

જામનગર

૨૦.૦ ,,

૪ મહાનગરો

ગાંધીનગર

૧૪.૮ ડિગ્રી

અમદાવાદ

૧૬.૧ ,,

વડોદરા

૧૮.૬ ,,

સુરત

૨૩.૬ ,,

ગુજરાત

ડીસા

૧૪.૨ ડિગ્રી

દિવ

૧૮.૮ ,,

મહુવા

૨૧.૦ ,,

વલ્લભ વિદ્યાનગર

૧૭.૮ ,,

(11:14 am IST)