Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ભાવનગરનાં હાદાનગરમાં બારેમાસ ચાલે છે ટેન્કરરાજ : લોકો પાણી માટે મારે છે વલખા

શહેરમાં આખું અઠવાડિયું પાણી આપવા નિર્ણંય લેવાયો પરંતુ હાદાનગરને 30 વર્ષથી નાળ કનેક્શનનો ઇન્તજાર

ભાવનગરના હાદાનગરમાં ઉનાળો હોય કે શિયાળો પાણીની કાયમી સમસ્યા જોવા મળે છે. મનપા દ્વારા શહેરભરમાં પાણીકાપ ઉઠાવી અને આખું અઠવાડિયું પાણી આપવાનો નિર્ણય લીધો છે.પરંતુ  ભાવનગરના હાદાનગરમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અહીં કાયમ ટેન્કરરાજ છે.

   ભાવનગરના મેયરે જાહેરાત કરી કે આ વર્ષે સારો વરસાદ થવાથી શહેરમાં પાણીકાપ નહીં રહે. પરંતુ બીજી બાજુ ભાવનગરના શ્રમજીવી વિસ્તાર એવા હાદાનગરમાં આવી રીતે ટેન્કરરાજ જ ચાલે છે.અહીં પાણી માટે વલખા મારતા લોકો માટે મનપા દ્વારા ટેન્કર મોકલવામાં આવે છે. આ સમસ્યા અહીં આજકાલની નથી આ વસાહત બની ત્યારની છે. છેલ્લા ૩૦ કરતા વધુ વર્ષથી અહીં લોકો ઘરે નળ કનેકશન મળે તેવા સપના જોઇ રહ્યા છે.

  જો કે આ અંગે મનપા અધિકારી જણાવી રહ્યા છે કે શહેરમાં એકપણ વિસ્તારમાં પાણીની સમસ્યા નથી. અમુક વિસ્તારોમાં ઉંચાઇના કારણે કદાચ પાણી ના પહોચતું હોય તો તેવા વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.જો કે હાદાનગરનો આ વિસ્તાર ગેરકાયદેસર છે. પરંતુ અહિયાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે માનવતાની દ્રષ્ટીએ પણ અહીં રહેતા લોકો માટે પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે.

(1:12 am IST)