Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

બગસરા તરફ છોટા હાથી વાહન સળગી ઉઠયુ

 બગસરા : તાલુકાના માણેકવાડા પાસે કોટડા રોડ તરફ રાત્રીના સમયે છોટા હાથી કડબ પશુને ખાવા માટેનો ચારો ભરીને બગસરા તરફ આવતા હતાં. ત્યારે અચાનક શોર્ટ સર્કીટ થતા છોટાહાથી વાહન ભડભડ સળગી ઉઠયુ હતું આગ બુજાવવા માટે અનેક મથામણો કરવામાં આવી હતી. ત્યારબાદ બગસરા નગરપાલીકાના ફાયર બ્રીગેડને જાણ કરતા ફાયર બ્રીગેડ તાત્કાલીક પહોંચીને આગને કાબુમાં લીધી હતી. કોઇ જાનહાની થયેલ નથી તે છોટા હાથી બગસરાનું હોવાનું જાણવા મળેલ છે.

(11:50 am IST)
  • વડતાલના ગોમતી બગીચા નજીક બાઈક દીવાલમાં ઘુસી જતા પેટલાદના બે તરુણોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત :પેટલાદનાં મહુડીયાપુરામાં રહેતો જયેશ સોલંકી (ઉ.વ 17) અને દિક્ષિત પરમાર (ઉ.વ13) બાઇક લઇને મહુડીપુરાથી વડતાલ આવવા માટે નિકળ્યા હતા: વડતાલના ગોમતી નજીક ફુલસ્પીડે બાઇક પર પસાર થતા હતા ત્યારે સ્ટીયરિંગ પરનો કાબુગુમાવતા બાઈક દીવાલ સાથે ટકરાતા બંનેના કરૂણમોત : બાઇકનો કડૂસલો access_time 12:55 am IST

  • ભાજપના સાંસદે સોનિયાને ઘુસણખોર કહેતા લોકસભામાં કોંગ્રેસનો હંગામો : સંસદીય મંત્રી પ્રહલાદ જોષીના નિવેદન કે લોકોએ પીએમ મોદીને બીજીવાર ચૂંટીને મોકલ્યા છેઃ કોંગ્રેસના ખુદના નેતા ઘુસણખોર છે access_time 3:57 pm IST

  • અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના 31 આતંકવાદીઓએ 62 મહિલા અને બાળકો સાથે આત્મસમર્પણ કર્યું : પૂર્વી પ્રાંત નંગરહારમાં આતંકવાદીઓએ અચિન જિલ્લામાં સુરક્ષાદળો સામે આત્મસમર્પણ કર્યું હતું :સ્પુતનિકે સરકારની પ્રેસ રીલીઝ ટાંકીને આ જાણકારી આપી : ગત 16 નવેમ્બરે 24 ઇસ્લામિક સ્ટેટ આતંકવાદીઓએ 24 મહિલાઓ અને 31 બાળકો સાથે સરન્ડર કર્યું હતું access_time 12:52 am IST