Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દરરોજના ર૫૦ રૂપિયા આપવા છતા આખલાઓને સાચવવા માટે કેશોદમાં કોઈ તૈયાર નથી

કેશોદ તા.૨: તાજેતરમાં સ્થારનિક કેશોદ પોલિસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડાની હાજરીમાં યોજાયેલા લોક દરબારમા જણાવાયુ હતુ કે, રોજના ૨૫૦/-રૂપિયા આપવા છતા જાહેર માર્ગો ઉપર રખડતા આખલાઓને સાચવવા માટે કોઈ તૈયાર નથી. બીજી તરફ એમ પણ કહેવાયુ હતુ કે કેશોદની જનતા શાંતિપ્રિય અને સહકારી ભાવના વાળી છે.

જિલ્લા પોલિસ વડાના આ લોક દરબારમાં શહેરના ટ્રાફીકનો પ્રશ્ન  જ સેન્ટરમાં રહયો હતો અને તેમા રોડ વચ્ચે બેસતા અને અંદરોઅંદર આથડતા આખલાઓનો પોઈન્ટ આવ્યો ત્યારે નગરપાલીકા પ્રમુખે કહયુ હતુ કે, આખલાઓને સાચવવા માટે રોજના ૨૫૦ૅં રૂપિયા આપવાની તૈયારી છે ગૌશાળાના સંચાલકો સાથે અગાઉ વાત થયેલી પરંતુ તેમના તરફથી કોઈ લેખિત માંગણાં કે સંમતિપત્ર આજ સુધી મળેલ નથી. આ સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી.

 દરમિયાન વારંવાર ઉપરોકત પોઈન્ટ ઉઠાવતા બાઘુભાઈ વેગડને હાજર રહલા અન્ય એક આગેવાને કહયુ હતુ કે, ઁઁ બાધુભાઈ ઉતાવળ ના કરો હવે એક વર્ષનો જ સમય બાકાં છે આવતા ડીસેમ્બર સુધીમા આવા આખલાઓ તમારા રસ્તામાંથી આપોઆપ દુર થઈ જશે

બીજો મુદો કાપડ બજારની ટ્રાફીક સમસ્યાનો  છે. તેમા અમ જણાવાયુ હતુ કે, કાપડ બજારમા પી.જી.વી.સી.એલ.ના પાંચ ટ્રાન્સફોર્મર છે જો આ ટ્રાન્સફોર્મર હટાવવામાં આવે તો પાર્કીગની અને ટ્રાફીકની સમસ્યા આપોઆપ દુર થઈ શકે તેમ છે અને પીકઅપ અવર્સ દરમ્યાન આ બજારમાં ફોરવ્હીલ પાર્ક કરવા ના દેવુ તેવુ પણ સુચન થયુ હતુ.

 ટ્રાફીકની સમસ્યા રવિવારી બજાર અંગે જિલ્લા પોલિસ વડાએ જણાવેલ કે, આ ગરીબો દ્વારા થતો વેપાર છે જો તેમને બીજી જગ્યા આપ્યા સિવાય અહીથી હટાવાય તો તેઓ બેકાર બનશે અને ચોરીના રવાડે ચડી જશે. ડી.એસ.પી.ના આવા જવાબથી રવિવારી બજારના પ્રશ્નો  ઉપર પુર્ણવિરામ મુકાય ગયેલ છે

અંતમા આભારવિધિ કરતા ડી.વાય.એસ.પી. જે.બી. ગઢવીએ કહયુ હતુ કે, કેશોદની જનતા શાંતિપ્રિય અને સહકારી ભાવનાવાળી છે પોતાની ઈહ્રાવીસ વર્ષની સર્વિસ દરમ્યાન કેશોદ જેવો સહકાર અને ભાવના કયાય જોવા મળેલ નથી. હાજર રહેલા તમામે આ વાતને  વધાવી લીધેલ હતી. શહેરમા ભારે વાહનોના પ્રવેશ માટે ચોકકસ સમય મર્યાદા નકકી કરવાની કાર્યવાહી પણ ચાલુ હોવાનું તેમણે જણાવેલ છે શહેરના શરદચોકની શાકમાર્કેટ, રેલ્વેફાટક ઉપર ટ્રેઈનના સમયે બંને તરફ માણસો મુકવા અને એક માથાભારે શખ્સને પાસામા ધકેલવાની કામગીરીને પણ શહેરીજનો તરફથી બિરદાવવામાં આવેલ હતી.

(1:02 pm IST)